Home ક્ચ્છ કચ્છ જીલ્લામાં કોરોનાનો કહેર પગલે કલેકટર એકશનમાં,કોરોના દર્દીને ટેસ્ટના નામે લૂટતા તત્વો...

કચ્છ જીલ્લામાં કોરોનાનો કહેર પગલે કલેકટર એકશનમાં,કોરોના દર્દીને ટેસ્ટના નામે લૂટતા તત્વો સામે તંત્રને સાબદું કરાયું

146
0
કચ્છ : ૧૨ જાન્યુઆરી

રાજ્યમાં કોરોના ના ગતિ ચિંતાજનક રીતે વધી રહી છે.કચ્છ જિલ્લામાં પણ કોરોના કેસોનો વધારો વહીવટીતંત્ર માટે પડકાર રૂપ બની રહ્યો છે.કચ્છની હોસ્પિટલો દ્વરા દર્દી  વધી રહ્યા છે જે એક ચિંતાજનક બાબત ગણી શકાય તેપંદર દિવસમાં કોરોના નો આંક જેટ ગતિએ વધી રહ્યો છે ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર પણ દોડતું થઇ ગયું છે લોકોને માસ્ક પહેરવા તેમ જ સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.સંક્રમણની વણસતી જતી પરીસ્થિતિ માટે કલેકટરે સમીક્ષા બેઠક બોલાવી હતી

કોરોનાની ત્રીજી લહેર ઝડપભેરમાં કેસો વધી રહી છે મંગળવારે કોરોનાના કચ્છ જિલ્લામાં 121 કેસ નોંધાયા છે વધી રહેલા કેસોને લઈને જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે.ની અધ્યક્ષતામાં એક બેઠક પણ યોજાઈ હતી જે બેઠકમાં નક્કી થયેલા દર મુજબ કોરોનાના દર્દી પાસેથી ચાર્જ લેવા નક્કી કરાયું છે તમામ મેડિકલ તેમજ લેબોરેટરી ને સૂચના આપવામાં આવી છે દર્દીઓને તાલુકા સ્થળેથી જ ૧૪ જેટલી મહત્વપૂર્ણ દવાઓ અને સાધનો ના નિયમ મુજબ  ભાવો લેવા જણાવવામાં આવ્યું છે કચ્છના મુખ્ય મથક ભુજ માંડવી નખત્રાણા લખપત અબડાસા ગાંધીધામ અંજાર ભચાઉ રાપર સહિતના વિસ્તારોમાં આવેલા તમામ આરોગ્ય કેન્દ્રમાં કોવિડ ને લગતી તમામ સેવાઓ આપવા ની વ્યવસ્થા કરવામાં આવી છે

સચીદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજે સૌ ભાવિકોને કોરોનામાં ઘરે રહેવા તેમજ કામ વગર બહાર ન નીકળવા અપીલ કરી છે તેમજ લોકો માસ્ક પહેરે,સોસિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સેનેટાઈઝરનો ઉપયોગ કરવા જણાવાયું હતું.


અહેવાલ : કૌશિક છાયા, ભુજ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here