Home ક્ચ્છ ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ-ડીઝીટલ ઈન્ડિયા જનકલ્યાણના કામો કરવા સરકાર પ્રતિબધ્ધ

ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ-ડીઝીટલ ઈન્ડિયા જનકલ્યાણના કામો કરવા સરકાર પ્રતિબધ્ધ

150
0
ક્ચ્છ : 25 ફેબ્રુઆરી

ડીઝીટલ ભારત નિર્માણમાં ગ્રામ પંચાયતો સહભાગી બને – સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા

કચ્છમાં નવીન ગ્રામ પંચાયતોનું ઈ-ખાતમૂહુર્ત અને ૨૪ ઈ-મોડલ ઈ-ગ્રામ સેન્ટરનું ઈ-લોકાર્પણ કરાયું

મનરેગા યોજના કન્વર્જનથી રૂ.૧૩૮૮ લાખના ખર્ચે ૯૬ ગ્રામ પંચાયત ભવનોના ઈ-ખાતમુહુર્ત અને ૧૫માં નાણાપંચ અંતર્ગત રૂ.૪૮ લાખના ખર્ચે ૨૪ મોડલ ઈ-ગ્રામ સેન્ટરના ઈ-લોકાર્પણ શ્રમ રોજગાર અને પંચાયત મંત્રીશ્રી બ્રિજેશ મેરજાએ ટાઉનહોલ ભુજ ખાતેથી કર્યુ હતું.

રાજયના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ હેઠળ જિલ્લા પંચાયત દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યે અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે, કર્મઠ પંચાયત મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાને સરકારે ગ્રામ વિકાસનું ખાતું આપ્યું છે. પંચાયતનો સ્વતંત્ર હવાલો વહીવટી કુનેહ અને સંવેદનશીલ સ્વભાવના પગલે અપાતા શ્રી મેરજા ગ્રામ વિકાસ માટે તત્પર છે. સુરક્ષા-આરોગ્યની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના સુશાસન, સુનવાઇ, સુવિધા, સુરક્ષાના આયામોને સરકારના જનપ્રતિનિધિઓએ અપનાવી છે. જનકલ્યાણ કામો કરવા સરકાર પ્રતિબધ્ધ છે. રૂ.૭૦૦ કરોડ મંજુર કરી વૈજ્ઞાનિકો અને આરોગ્યકર્મી દ્વારા વેકસિન બનાવી વૈશ્વિક મહામારી કોરોનાથી દેશવાસીઓને રક્ષણ આપ્યું છે.
ડો.નીમાબેન આ તકે કચ્છ જિલ્લામાં નર્મદા મુદે થયેલી કામગીરી વિગતે જણાવી મહિનામાં મોડકુબા સુધી પાણી પહોંચાડવાના શુભ સમાચાર આપ્યા હતા. આ તકે તેમણે જિલ્લાના વિવિધ વિકાસ કામો જણાવતા કહયું હતું ક, અબડાસામાં રૂદ્રાણી જાગીર, અબડા દાદા, સુમરી દાદના પ્રવાસન તરીકે વિકસાવવાના પ્રયત્નો છે.

ભૌગોલિક વિવિધતા સાથે ઐતિહાસિક વૈવિધ્ય સાંસ્કૃતિક વારસો ધરાવતા કચ્છમાં જરૂરી લોકઉપયોગી કામો મળતી વિવિધ ગ્રાન્ટોથી કરજો એવો અનુરોધ અધ્યક્ષાશ્રીએ સરપંચશ્રીઓને જણાવ્યા હતા.
શ્રમ રોજગાર ગ્રામ ગૃહનિર્માણ મંત્રીશ્રી બ્રિજેશ મેરજાએ આ તકે જણાવ્યું હતું કે, વિકાસમાં ગામડું પાયાનો પ્રકલ્પ છે. કચ્છની ધીંગી ધરા અને સંતસુરાઓની ભૂમિ કચ્છનું સદભાગ્ય છે કે ત્રણ વિધાનસભાના અધ્યક્ષશ્રીઓ શ્રી કુંદનલાલ ધોળકીયા, શ્રી ધીરૂભાઇ શાહ, શ્રી ડો.નીમાબેન આચાર્ય આપ્યા છે. મોડલ ઈ-ગ્રામના પગલે એક જ સ્થાનેથી વિવિધ પ્રજાકીય સેવાથી સમય શકિત, સંપતિનો બચાવ થાય છે. ભૂકંપ બાદ અડીખમ ઉભું થનાર, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વ્હાલા કચ્છમાં ગ્રામ પંચાયતના નવા નિર્માણ કરી રહયા છીએ. નખત્રાણામાં ૩૧, અબડાસામાં ૨૫ ગ્રામ પંચાયતો અને લખપતના-૨ ગ્રામ પંચાયત બનશે.
અમારી સરકારે કચ્છના વહીવટી તંત્રના મહેકમને ભર્યા. આવકનો દાખલો ત્રણ વર્ષનો કર્યો. ૩૦૦થી વધુ ગ્રામ પંચાયતોનું વિભાજન કર્યુ છે. ત્રિસ્તીય પંચાયત ચલાવવા મહેકમથી લઇ વહીવટ વિકાસકામો સુધી વિવિધ ગ્રાન્ટોનો સીધો લાભ આપે છે. પાંચ વર્ષે રૂ.૧.૫ કરોડની ગ્રાન્ટ ઉપરાંત વિવિધ જનપ્રતિનિધિઓની ગ્રાન્ટ ઉપરાંત ગ્રામ વિકાસ માટે મળે છે. પંચાયત વિકાસમાં ગ્રામ પાયાનું એકમ છે. પાયાના મહેકમની ૧૯ સંવર્ધનની ૧૩ હજાર જેટલી જગ્યાઓ પૈકી ૯ હજાર જગ્યાઓની ભરતી પણ કરી છે. ૧૦૦ ટકા પારદર્શક ભરતી કરવામાં આવશે. ઓ.એમ.આર. પધ્ધતિથી ભરતી પ્રક્રિયા હેઠળ પરીક્ષાના દિવસે જ ઉમેદવારને તેના પરિણામ મળશે. ગ્લોબલ કચ્છના ગોવિંદભાઇને જળ બાબતે મોરબી ખાતે સેવા કરવા અનુરોધ કર્યો હતો. જિલ્લા પંચાયત હેઠળ સાત ગામોમાં વનીકરણ યોજના ચાલે છે. સમરસ ગ્રામ પંચાયતના લાભો જણાવતાં સંપ ત્યાં જંપને સાર્થક કરવા જણાવી મંત્રીશ્રીએ કહયું હતું કે, સમરસ ગ્રામ પંચાયતથી ગ્રામ વિકાસને આંબીએ.

ભૂતકાળનું કચ્છ ભૂકંપ સમયનું કચ્છ અને આજનું વિકસિત કચ્છ માટે તેમનો આગવો લગાવ છે. આ તકે ડિસ્ટ્રીકટ મિનરલ ફંડમાંથી રૂ.૧૫ કરોડ આપવા માટે કલેકટરશ્રીને પણ બિરદાવ્યા હતા.


કચ્છ મોરબી સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ પ્રાસંગિકમાં જણાવ્યું હતું કે, નવીન ગ્રામ પંચાયતોના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન છે. ડીઝીટલ ભારતના નિર્માણમાં ગ્રામ પંચાયતો સહભાગી બને. દેશ નિર્માણમાં ગામડું સહભાગી બને તે માટે સરપંચશ્રીઓ સહભાગી દાખવવાની છે સાચા અર્થમાં ગામડાંનો વિકાસ થાય તે માટે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ગામડા સમૃધ્ધ કરવાના સ્વપ્નને સરકાર સાકાર કરી રહી છે. પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરી ગ્રામ્યસ્તરે રોજગારીની વિપુલ તકો ઉભી કરી છે. દેશ દુનિયામાં કચ્છ વિકાસનું મોડલ બન્યું છે તેની પાછળ વડાપ્રધાનશ્રીની દુરદેશી છે. વિવિધ ક્ષેત્રોમાં નોંધનીય વિકાસ કરનાર કચ્છ અન્ય રાજયો માટે પ્રેરણારૂપ છે. રાજય સરકાર કચ્છના વિકાસને સાર્થક કરવા આધુનિક ભારતના નિર્માણમાં આપણે સૌ સહભાગી બનીએ.
કુનરીયા, ભીમાસર, કુકમા, સમાવેડી, મસ્કા, કનકપર, જનકપર જેવાં વિવિધ ગામોની નોંધનીય પ્રંશસનીય વિકાસ અનુકરણીય છે. ડીઝીટલ ઈન્ડિયાને ઈ-ગ્રામ પંચાયત અને ઈ-સેન્ટર દ્વારા સાર્થક કરવામાં આવી રહયું છે. આ તકે ગ્રામ અગ્રણી સરપંચોને અનુરોધ કરતા સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, પર્યાવરણ જતન કરીએ, વૃક્ષો વાવી જતન કરીએ, પાણી બચાવીએ અને સ્વચ્છતા અભિયાન ઝુંબેશ હેઠળ કલીન ઈન્ડિયા સાકાર કરીએ.

જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ આ તકે જણાવ્યું હતું કે, આજે ૯૬ નવીન ઈ-ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત અને ૨૪ ઈ-સેન્ટર મોડેલનું લોકાર્પણ છે. ભૂતકાળમાં રોજગારી અને પાયાની સુવિધાઓના પગલે કચ્છીઓ અન્યત્ર સ્થળાંતર કરતા હતા. કચ્છ જેમને પ્રિય છે એવા વડાપ્રધાનશ્રી મોદીની રાહબરી હેઠળ આજે કચ્છ, રાજય દેશ અને વિશ્વમાં નોંધનીય બન્યું છે. પંચાયતની વિવિધ ગ્રાન્ટોમાંથી ૯૬ ઈ-ગ્રામ પંચાયત અને ૨૪ ઈ-ગ્રામ સેન્ટરનું અત્યાધુનિક સાધન સુવિધા સાથે નિર્માણ માટે વિવિધ ગ્રાન્ટ હેઠળ પાયાની અને માળખાકીય સુવિધાનું ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં જિલ્લા પંચાયતથી લઇ ગ્રામ્યસ્તર સુધીના દરેક કર્મયોગીઓ મહત્વની કામગીરી કરી રહયા છે.
પંચાયત મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ કચ્છની માંગણીને, પંચાયતના મહેકમ વગેરે જરૂરિયાતો માટે અમલીકરણ માટે પ્રયાસો કર્યા છે તે માટે મંત્રીશ્રીનો આભાર માનું છું.

પૂર્વ રાજયમંત્રીશ્રી અને અંજાર ધારાસભ્યશ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે, નવા ચુંટાયેલા સરપંચશ્રીઓ માટે આ નજરાણું યથા રાજા તથા પ્રજા વત્સલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે દરેક ક્ષેત્રે અવિરત વિકાસની વણથંભી યાત્રા શરૂ કરી છે નરેગા યોજના હેઠળ થનાર પંચાયત ગૃહો અને ઈ-ગ્રામ સેન્ટરના નિર્માણમાં ગ્રામજનોને રોજગારી મળશે.
“ ગ્લોબલ કચ્છના” કાર્યક્રમના અગ્રણી ગોવિંદભાઇ ભાનુશાળીએ ગુજરાતની સરકાર કામ કરતી સરકાર છે. મોદી છે તો મુમકીન છે. કચ્છના વિશાળ અને ભૌગોલિક વિવિધતા ધરાવતા વિસ્તારમાં કામ કરતા અમે આ અનુભવીએ છીએ. કચ્છના જનપ્રતિનિધિઓ જે સહયોગ આપ્યો છે એના દ્વારા અમે કરી શકીએ છીએ કચ્છનું નેતૃત્વ વિકાસ કરવા કટિબધ્ધ છે. કચ્છના ૯૬૫ ગામોમાં વિકાસ માટે ગ્લોબલ કચ્છ ઉત્સાહી છે એમ આ તકે જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્માએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, વિશાળ વિસ્તાર ધરાવતાં કચ્છ જિલ્લામાં નવા ૧૧૫ ગ્રામ પંચાયત ઘરો પૈકી ૧૦૧ ગ્રામ પંચાયતનું નિર્માણ મનરેગા અન્વયે કરાશે. મનરેગા કન્વર્ઝનથી રૂ.૧૪૬૬ લાખ નવીન પંચાયત ઘર નિર્માણ કરાશે. રૂ.૪૮ લાખના ખર્ચે ઈ-સેન્ટર નિર્માણ કરાશે. નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી આસ્થાબેન સોલંકીએ આભારવિધિ કરી હતી. કાર્યક્રમનું સંચાલન પંકજ ઝાલાએ કર્યુ હતું.

આ કાર્યક્રમમાં સર્વશ્રી માંડવી ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ડી.આર.ડી.એ.ના અધિકારી નિરવ પટૃણી, પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ, હિસાબી અધિકારી જિલ્લા પંચાયત કલ્પેશભાઇ પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દિનેશભાઇ મેણાત, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી પી.બી.ચાવડા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જે.પી.પ્રજાપતિ, તાલુકા વિકાસ અધિકારીશ્રી શૈલેષભાઇ રાઠોડ, એપીએમસી ચેરમેન કેશુભાઇ પટેલ, ભુજ નગરપતિ ઘનશ્યામ ઠકકર, જીલ્લા પંચાયત બારોબારી ચેરમેનશ્રીઓ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, ઉપપ્રમુખ વણવીરસિંહ રાજપુત, ભુજ નગરપતિ ઘનશ્યામભાઇ ઠકકર, અગ્રણી કેશુભાઇ પટેલ, અરજણભાઇ રબારી, મહેન્દ્રભાઇ ગઢવી, મશરૂભાઇ રબારી, રાણીબેન જરૂ, હરિભાઇ જાટીયા, તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, બાંધકામ સમિતિના જનકસિંહ જાડેજા, ગંગાબેન સેંધાણી, મ્યાંજરભાઇ છાંગા, ત્રિકમભાઇ છાંગા, કરસન જાડેજા, જયાબેન પટેલ, કંકુબેન મરંડ, કેશવજી રોશિયા, સુરેશભાઇ છાંગા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગૌરવ પ્રજાપતિ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનક માઢક, કાર્યપાલક ઈજનેર આર એન્ડ બી શ્રી એમ.જે.ઠાકોર, જિલ્લા પશુપાલન અધિકારી ડો.હરેશભાઇ ઠકકર, વિવિધ ગામના સરપંચશ્રીઓ, જિલ્લા, તાલુકા પંચાયતના અગ્રણીઓ અને સભ્યો તેમજ કર્મયોગીઓ અને નગરજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહયા હતા.

અહેવાલ:  કૌશિક છાયા ક્ચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here