Home આણંદ આણંદ જિલ્લામાં ધો.6 થી 12 ના પાઠ્યપુસ્તકો પૂરતા પ્રમાણમાં ન મળતા વિધાર્થીઓ...

આણંદ જિલ્લામાં ધો.6 થી 12 ના પાઠ્યપુસ્તકો પૂરતા પ્રમાણમાં ન મળતા વિધાર્થીઓ મૂંઝાયા ….

121
0

NCERT દ્વારા વિદ્યાર્થીઓ પર ભણતરનો ભાર ઘટાડવા માટે કેટલાક પગલાં લેવામાં આવ્યા છે. જેમાં ધોરણ. 6 થી 12માં ગણિત, વિજ્ઞાન, કેમસ્ટ્રી અને બાયોલોજી વિષયના પાઠ્ય પુસ્તકોમાંથી કેટલાંક પ્રકરણ રદ કરવામાં આવ્યાં છે. જેને લઇને ચાલુ શૈક્ષણિક વર્ષથી નવા પાઠ્ય પુસ્તકો અમલમાં મુકવામાં આવ્યાં છે.

ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા હજુ સુધી નવા પાઠ્ય પુસ્તકો પુરતા પ્રમાણમાં બહાર પાડવામાં આવ્યાં નથી. જેના કારણે ધો 6થી ધો. 12ના મહત્વના વિષયના પાઠ્ય પુસ્તકો મળતાં નથી. જેના કારણે ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરતાં બાળકોને શાળા શરૂ થયે 15 દિવસ થયા છતાં પણ હજુ પાઠ્યપુસ્તકો મળતાં ન હોવાથી પાઠ્ય પુસ્તક વગર અભ્યાસ કરવાનો વારો આવ્યો છે. તો બીજી બાજુ કેટલીક શાળાના શિક્ષકો દ્વારા નવા પાઠ્ય પુસ્તકો લઇને શાળાએ આવવાનો આગ્રહ રાખવામાં આવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓ મૂંઝવણમાં આવી ગયા છે.

ત્યારે વાત કરીએ આણંદ -ખેડા જિલ્લાની સ્ટેશનરી દુકાનોની. જેમાં આજે પણ ધો.6થી ધો. 12ના મહત્વના વિષયના પાઠ્ય પુસ્તકો ઉપલબ્ધ નથી. જેના લીધે તેના કારણે વાલીઓને ધરમધક્કા ખાવાનો વખત આવે છે. આણંદ જિલ્લાની ખાનગી શાળોઓમાં અભ્યાસ કરી રહેલા 60 હજારથી વધુ વિદ્યાર્થીઓને હાલમાં પાઠ્ય પુસ્તક વગર જ અભ્યાસ કરવાનો વખત આવ્યો છે. જેને લઇને વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. જે અંગે શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.

આ વર્ષથી ધો. 6 થી ધો 12 માં કેટલાંક પ્રકરણો રદ કર્યા બાદ નવા પાઠયપુસ્તકો બહાર પાડવામાં આવ્યાં છે. કાગળના ભાવ વધી જતાં, ટ્રાન્સપોર્ટેશન અને મજૂરી ખર્ચ વધી ગયો હોવાથી દરેક પુસ્તકમાં ગત વર્ષ કરતાં સરેરાશ 20 થી 25 ટકા ભાવ વધારો થયો હોવાનું આણંદના સ્ટેશનરીના વેપારીએ જણાવ્યું છે. સતત વધી રહેલા ભાવને કારણે વાલીઓનું બજેટ ખોરવાયું છે.

આણંદ, વિદ્યાનગર અને કરસમદમાં 50થી વધુ સ્ટેશનરી નાની મોટી દુકાનો છે. સરકારી તંત્ર દ્વારા નવા પાઠ્ય પુસ્તકો હજુ પૂરતા પ્રમાણમાં પ્રસિધ્ધ કરાયા નથી. જેના કારણે ધો 6થી 12માં ગણિત અને વિજ્ઞાનના વિષયના પાઠ્ય પુસ્તકોનો સ્ટોક નથી. જેથી ગ્રાહકોને પરત ફરવાનો વખત આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here