આજ રોજ આણંદ ખાતે ભારતીય જનતા પાર્ટી ના 43 મા દિવસ સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ્ ખાતે યોજવામાં આવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લાઇવ ઓનલાઈન મીટિંગ સંબોધી હતી.જેમાં કાર્યકર તેમજ હોદેદારો હાજરી આપી હતી. તેમજ કાર્યકરોને નવી ઉર્જા સાથે વધુ કાર્ય કરે તે માટે પીએમ મોદીએ પ્રેરણા પૂરી પાડી હતી. ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે પાર્ટી ના હોદેદારો ઘ્વારા પાર્ટી નો ધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે કમલમ ખાતે આણંદ શહેર જિલ્લા પ્રમુખ વિપુલ પટેલ, વિધાનસભાના નાયબ દંડક રમણ સોલંકી, મહામંત્રી નીરવ અમીન, યુવામોર્ચા પમુખ પથિક પટેલ સહીત હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા