Home પંચમહાલ જીલ્લો મધમાખીઓએ કેર વર્તાવ્યો: પટાંગણમાં નાશભાગ મચી, ૨ બાળકો સહિત ૨૦ જેટલા વાલિઓ...

મધમાખીઓએ કેર વર્તાવ્યો: પટાંગણમાં નાશભાગ મચી, ૨ બાળકો સહિત ૨૦ જેટલા વાલિઓ ભોગ બન્યા

109
0

પંચમહાલ, કાલોલ : ૨૫/ફેબ્રુઆરી/૨૦૨૩

કાલોલ તાલુકાના મલાવ રોડ પર આવેલી અમ્રિત વિદ્યાલયની વાલી મિટિંગ દરમ્યાન બિલ્ડિંગના મધપુડાઓની મધમાખીઓએ કેર વર્તાવ્યો: પટાંગણમાં નાશભાગ મચી, ૨ બાળકો સહિત ૨૦ જેટલા વાલિઓ ભોગ બન્યા

કાલોલ તાલુકાના મલાવ રોડ પર વાંટા પાટીયા પાસે આવેલી અંગ્રેજી માધ્યમની ખાનગી સ્કૂલ ગણાતી અમ્રિત વિદ્યાલયમાં શનિવારે બપોરે યોજાયેલી વાલી મિટિંગ દરમ્યાન જ સ્કુલ કેમ્પસના બિલ્ડિંગમાં મધપુડાઓની મધમાખીઓ અચાનક છંછેડાઈ ઉઠતા સ્કુલ કેમ્પસમાં મધમાખીઓએ કેર વર્તાવ્યો હતો. એ સમયે વાલી મિટિંગ પુરી થઈ હોવાથી વાલીઓ કેમ્પસમાંથી બહાર નીકળતા હતા એ સમયે જ મધમાખીઓ છંછેડાતા સ્કુલના સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને બાળકોમાં નાશભાગ મચી ગઇ હતી. એ સમયે અમુક વાલીઓ મધમાખીઓના લપેટમાં આવી જતા ૨૦-૨૧ વાલીઓ મધમાખીઓના ભોગ બન્યા હોવાનું વાલીઓએ જણાવ્યું હતું. જોકે કટોકટીના એ સમયે વાલીઓ સાથે રહેલા પોતાના બાળકોને વાલીઓએ સાચવી લીધા હતા જેથી કેમ્પસમાં ઉપસ્થિત બાળકોનો બચાવ થયો હતો તેમ છતાં બે બાળકોને મધમાખીઓ કરડી હોવાનું જાણવા મળ્યું હતું. અમ્રિત વિદ્યાલયમાં મધમાખીઓના હુમલાનો ભોગ બનેલા ત્રણ ચાર વાલીઓને તાત્કાલિક અસરથી ખાનગી વાહન મારફતે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અંગ્રેજી માધ્યમની આ ખાનગી શાળામાં જુનિયર કેજીથી ધોરણ ૧૨ સુધીના પાંચસો-છસ્સો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે સ્કુલ કેમ્પસમાં મધમાખીઓનો વસવાટ હોવાનું ક્યારેક વસમું પડી જાય છે જેનો કડવો અનુભવ અમ્રિત વિદ્યાલયના વાલીઓને થયો હતો.

આ વાલીઓના જણાવ્યા મુજબ સદભાગ્યે શનિવારે મોર્નિંગ સ્કુલ હોવાથી મોટાભાગના બાળકો નિકળી ગયા હતા, પરંતુ અમુક સિમિત વર્ગના બાળકો અને બાળકોના વાલીઓ સાથે શનિવારે વાલી મિટિંગ રાખી હતી જે મર્યાદિત બાળકો અને વાલીઓ સ્કુલ કેમ્પસમાં હોવાથી મધમાખીઓનો ભોગ બન્યા હતા. જેથી અમ્રિત વિદ્યાલયના બિલ્ડિંગમાં ત્રણ ચાર મધપુડાઓ જોવા મળે છે જેથી શાળા કેમ્પસમાં મધમાખીઓના પુડા હોવાનું બાળકો માટે ભયજનક હોવાની ઘટના પ્રકાશમાં આવતા વાલીઓએ શાળા કેમ્પસમાંથી મધમાખીઓના મધપુડા દૂર કરવાની વાલીઓએ માંગ કરી છે.

અહેવાલ મયુર પટેલ કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here