આણંદમાં 20 જૂનના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભગવાન જગન્નાથ , ભાઇ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રાએ નિકળ્યા હતા. ત્યારે તેમાં રથયાત્રા પૂર્ણ થયા બાદ રસ્તામાં પડેલ કચરાની સફાઇ કરવામાં આવી. આણંદના 50 ABVP કાર્યકર્તાઓએ સફાઇ અભિયાન હાથ ધર્યું હતું.
આણંદમાં અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા સ્ટુડન્ટ ફોર સેવા અંતર્ગત રથયાત્રા માર્ગ સેવા સફાઇ અભિયાન યોજવામાં આવ્યું હતું. જેમાં ABVP આણંદના 50 કાર્યકર્તાઓએ આણંદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા સફાઇ અભિયાન ટ્રાફિક મેનેજમેન્ટ તથા સ્વયંસેવક કરીકે કાર્ય કર્યું હતું. અને જે રીતે દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું હોય તેમાં આણંદના કાર્યકર્તાઓએ પણ સ્વચ્છતા અભિયાનનો સંદેશ નગરજનોને આપ્યો અને આ કાર્ય જોઇ નગરજનો ઘણા પ્રભાવિત થયા.