Home સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાનું એવુ ગામ જે મેટ્રો સિટીને મારે છે ટક્કર … ,...

સાબરકાંઠા જિલ્લાનું એવુ ગામ જે મેટ્રો સિટીને મારે છે ટક્કર … , જુઓ આદર્શ ગામ કહેવાતા પુંસરી ગામ વિશે …

150
0

સાબરકાંઠાનું એક એવું ગામ કે, જે મેટ્રો સિટીને પણ ટક્કર મારે છે. રાજ્યના પ્રથમ ડિજિટલ ગામ સાથેની સુવિધા જોશો તો તમને પણ પુંસરી ગામના રહેવા જવાનું મન થશે. આ ગામ ગુજરાતના અન્ય ગામો માટે રોલ મોડલ બન્યું છે. સાબરકાંઠાના તલોદ તાલુકામાં આવેલું પુંસરી ગામ ગુજરાતનું પ્રથમ ડિજિટલ ગામ છે. આ ગામમાં તમામ સુવિધાઓ જેમ કે, રોડ-રસ્તા, CCTV, સાફ-સફાઈ માટેના વર્કર્સ, દૂધ ડેરી સુધી પહોંચવા માટે બસની સુવિધા ઉપલબ્ધ છે. ગામમાં આવેલી સરકારી શાળા પણ આધુનિક સુવિધાઓથી સુસજ્જ છે. પુંસરી ગામને ગુજરાતનું પ્રથમ ડિજિટલ ગામ તરીકેનો એવોર્ડ પણ એનાયત થયો છે.પુંસરી ગામ જેને ગુજરાતનું પ્રથમ ડિજિટલ ગામ તરીકે પણ માનવામાં આવે છે.

પુંસરી ગામમાં અન્ય કોઈપણ ગામ કરતા સૌથી વધુ અને અનોખી સુવિધાઓ ઉપલબ્ધ છે. જમીન વેચ્યા બાદ જે મૂડી આવી તેનાથી તેમણે સરપંચ તરીકે તે રૂપિયાને ગામના વિકાસમાં ખર્ચવાનું નક્કી કર્યું, અને એ પછી શરૂ થઈ પુંસરી ગામના વિકાસની ગાથા. આ ગામ CCTV કેમેરાથી સજ્જ છે. પુંસરી ગામમાં ઠેકઠેકાણે 35 જેટલા CCTV કેમેરા લગાડવામાં આવ્યા છે. તો ગ્રામજનોમાં પણ સરપંચના પ્રયત્નોથી એટલી શિસ્ત આવી ગઈ છે કે, દરેક વ્યક્તિ પોતાના ઘરનો કે અન્ય કચરો કચરાપેટીમાં જ નાખવાનો આગ્રહ રાખે છે જેનું એક્સેસ દરેક વિદ્યાર્થીના વાલીને સ્માર્ટ ફોનમાં આપવામાં આવ્યું છે. જેથી વાલી ઘરે બેઠા પણ પોતાનું સંતાન શાળામાં શું પ્રવૃત્તિ કરી રહ્યું છે, તેના પર નજર રાખી શકે છે. પુંસરી ગામને રાષ્ટ્રપતિ અને રાજ્યકક્ષાના સ્વચ્છતા તથા ડિજિટલ ગામ માટેના એવોર્ડ પણ મળી ચૂક્યા છે, આજે પણ પુંસરીના ગ્રામજનો તથા સરપંચ દ્વારા નવી નવી પહેલ તથા ગામના ભલા માટે અનેક વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે.

ત્યારે ગામમાં કોઈપણ પ્રકારની સુવિધા ન હતી. પરંતુ તેમની વિવાદ વાળી જમીન વેચ્યા બાદ તેમાંથી જે મૂડી આવી તેનાથી તેમણે સરપંચ તરીકે તે રૂપિયાને ગામના વિકાસમાં ખર્ચવાનું નક્કી કર્યું, અને એ પછી શરૂ થઈ પુંસરી ગામના વિકાસની ગાથા. આ ગામ CCTV કેમેરાથી સજ્જ છે. પુંસરી ગામમાં ઠેકઠેકાણે 35 જેટલા CCTV કેમેરા લગાડવામાં આવ્યા છે. પુંસરી ગામમાં લાગેલા CCTV કેમેરા થકી પંચાયતમાંથી ગામમાં બનતી દરેક ઘટના ઉપર નજર રાખી શકાય છે, ગામની સફાઈ માટે વિશેષ કાળજી પંચાયત દ્વારા ગામમાં સફાઈકર્મીઓ નીમવામાં આવ્યા છે. જેઓ દરરોજ સવારે ગામના દરેક રસ્તા અને ગલીમાં પડેલો કચરો એકઠો કરી ગામને સ્વચ્છ અને સુઘડ ટકાવી રાખવામાં પોતાનો ફાળો આપી રહ્યા છે. તો ગ્રામજનોમાં પણ સરપંચના પ્રયત્નોથી એટલી શિસ્ત આવી ગઈ છે કે, દરેક વ્યક્તિ પોતાના ઘરનો કે અન્ય કચરો કચરાપેટીમાં જ નાખવાનો આગ્રહ રાખે છે.

તો બીજી તરફ, વિદ્યાર્થીઓને શાળાએ તેમજ પશુપાલકોને દૂધ મંડળી જવા-આવવા સાથે જ ગ્રામજનો માટે બસની સુવિધા પણ પુંસરી ગામમાં આપવામાં આવી છે. તો અહીની શાળાના દરેક વર્ગમાં CCTV કેમેરા લગાડવામાં આવ્યા છે. જેનું એક્સેસ દરેક વિદ્યાર્થીના વાલીને સ્માર્ટ ફોનમાં આપવામાં આવ્યું છે. જેથી વાલી ઘરે બેઠા પણ પોતાનું સંતાન શાળામાં શું પ્રવૃત્તિ કરી રહ્યું છે, તેના પર નજર રાખી શકે છે. પુંસરી ગામને રાષ્ટ્રપતિ અને રાજ્યકક્ષાના સ્વચ્છતા તથા ડિજિટલ ગામ માટેના એવોર્ડ પણ મળી ચૂક્યા છે, અને આજે પણ પુંસરીના ગ્રામજનો તથા સરપંચ દ્વારા નવી નવી પહેલ તથા ગામના ભલા માટે અનેક વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here