Home Trending Special વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પર્યાવરણનું માનવ જીવનમાં મહત્વ ……

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પર્યાવરણનું માનવ જીવનમાં મહત્વ ……

183
0

સ્વિડનનાં સ્ટોકહોમાં 1972માં પર્યાવરણની જાણવણી માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘની બેઠક મળી. જેમાં પર્યાવરણની જાણવણીનાં ફાયદા ઉપર ચર્ચા કરવામાં આવી. પર્યાવરણની જાણવણી માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. 5મી જુનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરી વૈશ્વિક સહકારથી પર્યાવરણનું જતન કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો. લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે, લોકો પર્યાવરણ સુરક્ષા કાર્યમાં સહભાગી બને તે હેતુથી પ્રતિવર્ષ 5મી જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ 53 માં વિશ્વ પર્યાવણની ઉજવણી કરે છે ત્યારે જાણીએ પર્યાવરણનું માનવ જીવનમાં મહત્વ

 

પર્યાવરણની જાણવણી માટે વાતાવરણમાં તાપમાન જળવાવું ખુબ જરૂરી છે. ગરમી ઠંડી અને વરસાદ ચોક્કસ સમયે મનુષ્યને મળે તેવું અભિયાન હાથ ધરવું જોઇએ. પર્યાવરણની સમસ્યા માટે વધુ વૃક્ષો વાવોની ઝુંબેશ અતિ અનિવાર્ય છે. ‘ટીંપે ટીંપે સરોવર ભરાય’ કહેવતને યાદ રાખીને બધા લોકો જો પર્યાવરણની સુરક્ષા માટે સજજ થાય તો, આપણું મનુષ્ય જીવન સુરક્ષિત રહેશે.

ભરપૂર વરસાદ, વનરાજીની લીલીછમ ચાદર, શુદ્ધ હવા, પ્રલયકારી પૂરનું નિયંત્રણ, ભૂગર્ભ જળ-તળની યોગ્ય સપાટીની જાળવણી ખુબ જરૂરી છે. પરંતું આપણે પર્યાવરણની જાણવણીમાં ઉણા ઉતરી રહ્યા છીએ. અંગત સ્વાર્થ માટે લીલા છમ જંગલોનો નાસ કરી રહ્યા છીએ. ગ્લોબલવોર્મીંગની સમસ્યા એટલી હદે વિકસી છે કે હવે માનવજીવન ખતરામાં આવી ગયું છે. જો આગામી સમયમાં પર્યાવરણની જાણવણી યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો આપણે હોલીવુડ ફિલ્મમાં જોયેલો ચિત્તાર વાસ્તવિક જોવાની નોબત આવશે

માનવ અસ્તિત્વ માટે વૃક્ષોનું જતન મહત્વપૂર્ણ છે. વૃક્ષ માનવજીવનને બે આવશ્યક તત્વો પૂરા પાડે છે, “ખોરાક અને ઓક્સિજન. વૃક્ષો કુદરતી હવાને શુદ્ધ કરીને હવાની ગુણવત્તામાં વધારો કરે છે. પાંદડા, ડાળી અને થડ વાતાવરણમાંથી ધૂળ, અને ધુમાડો કાઢે છે. ફક્ત 1 હેક્ટર જંગલ વાતાવરણમાંથી દર વર્ષે 4 ટન ધૂળ કાઢે છે. એક પરિપક્વ વૃક્ષ 10 લોકો માટે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન ઉત્પન્ન કરે છે. ઝાડ અસરકારક અવાજ અવરોધક પણ છે. અવાજ પ્રદૂષણને મર્યાદિત કરી શકે છે. વૃક્ષ આધુનિક જીવનના તાણને ઓછું કરવામાં પણ મદદ કરે છે.

વૃક્ષ પર્યાવરણ અને જીવ સૃષ્ટિનો એક અભિન્ન ભાગ છે જે વન્ય પ્રાણી સૃષ્ટિ અને જૈવવિવિધતા માટે લાભ પ્રદાન કરે છે. ચામાચીડિયા, લાલ ખિસકોલી સહીતનાં જીવને  રહેવાસી મકાન પૂરા પાડે છે. ઓક્સિજન પૂરો પાડવા, હવાની ગુણવત્તામાં સુધારો કરી આબોહવા સુધારવા, જળ બચાવ, જમીનનું સંરક્ષણ અને વન્યપ્રાણીઓને ટેકો આપીને વૃક્ષ વાતાવરણને શુદ્ધ રાખે છે.  પ્રકાશસંશ્લેષણ પ્રક્રિયા દરમિયાન, વૃક્ષ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે અને ઓક્સિજન ઉત્પન્ન કરે છે.  યુ.એસ. ના કૃષિ વિભાગ અનુસાર. યુનાઇટેડ સ્ટેટ્સ, “એક એકર જંગલ છ ટન કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને ચાર ટન ઓક્સિજન ઉત્સર્જન કરે છે. 18 લોકોની વાર્ષિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આ પૂરતું છે

ઝાડ જમીનની ઉપર અને નીચે બન્ને જગ્યાએ તે પારિસ્તિથીક તંત્ર માટે આવશ્યક કામ કરે છે. લાંબા અંતરનું મૂળ માટીને કાબુમાં લે છે અને તેને ટકાવી રાખે છે. વૃક્ષો વરસાદી પાણીને શોષી લે છે અને સંગ્રહ કરે છે જે તોફાન પછી વહેતા અને કાંપના જથ્થાને ઘટાડે છે. ભૂગર્ભ જળના પુરવઠાને રિચાર્જ કરવામાં મદદ કરે છે. રસાયણોના પ્રવાહને અટકાવી પૂરને રોકે છે. નીચે પડેલા પાંદડા એક ઉત્તમ ખાતર છે જે જમીનને સમૃદ્ધ બનાવે છે.ઝાડને પસંદ કરવાનું મુખ્ય કારણ સુંદર અને જાજરમાન છે. વિવિધ જાતિ, અલગ આકાર, અલગ રૂપ,  અને અલગ રંગના હોય છે. પણ વ્યક્તિગત વૃક્ષ આખા વર્ષ દરમિયાન બદલાય છે. વૃક્ષોની તાકાત, લાંબા આયુષ્ય અને વાસ્તવિક ઊંચાઈ તેને યાદગાર ગુણવત્તા આપે છે. મોટાભાગના લોકો સુખદ, હળવા અને આરામદાયક લાગણીવાળા ઝાડની હાજરી પર પ્રતિક્રિયા આપે છે.  જીવનમાં બદલાતી ઘટનાઓની યાદ તરીકે વૃક્ષારોપણ કરે છે

ગ્લોબલ વોર્મિંગ, તીવ્ર પ્રદૂષણ અને વન નાબૂદીના અન્ય નુકસાનકારક અસરોથી માનવ જીવન પ્રભાવિત થઈ રહ્યું છે. આ પૃથવી પર ટકી રહેવા માટે આપણે  વૃક્ષો વાવી જતન કરવું અતિ આવશ્યક છે. આપણે વૃક્ષ વાવીએ અને બીજાને વધુ વૃક્ષો વાવવા પ્રોત્સાહિત કરવાનો સજીવ ધર્મ અપનાવવો જોઈએ. જેટલી વહેલી તકે આપણે સમજીશું તેટલું આપણા માટે વધુ હિતાવહ રહેશે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here