Home રાજ્ય વાવાઝોડાને પગલે દ્વારકા મંદિર પર નહીં ચડે ધજા …. દ્વારકાધીશને પ્રસાદરુપે ધજા...

વાવાઝોડાને પગલે દ્વારકા મંદિર પર નહીં ચડે ધજા …. દ્વારકાધીશને પ્રસાદરુપે ધજા ચડાવાશે ….

173
0

15 જુનના રોજ બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાવાનું છે. પરંતુ તે પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બિપરજોય ચક્રવાતની અસર શરૂ થઈ ગઈ છે. મોડી રાતથી જિલ્લામાં અનેક સ્થળોએ ધોધમાર વરસાદ શરૂ થયો છે. દ્વારકાના દરિયાકાંઠે, ગોમતીઘાટ અને શિવરાજપુર બીચ પર કલમ 144 લાગુ કરાઈ છે. તો 16 તારીખ સુધી જાહેરનામું લાગુ રહેશે. અધિક કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. પોલીસ તંત્ર દ્વારા હોટેલ સંચાલકોને પ્રવાસીઓનું બુકીંગ ન લેવા આદેશ કર્યો છે. તો સાથે જ દ્વારકા મંદિરમાં આજે ધજા નહિ ચડાવી શકાય. માત્ર દ્વારકાધીશને ધજાને પ્રસાદના રૂપે ધરવામાં આવશે. ભારે પવન અને વરસાદને કારણે ધજા ચઢાવવી શક્ય ન હોવાથી તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. જોકે, દર્શનાર્થીઓ માટે મંદિરમાં દર્શન બંધ કરવામાં આવે તેવી પણ શકયતા છે. પરંતુ હાલ તો મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા છે. વહેલી સવારથી જ દ્વારકા જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. સવારથી 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. વહેલી સવારથી જ સમગ્ર પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો છે.

રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાની અસર હેઠળ 62 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડા અને વેરાવળમાં 8 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. તો જૂનાગઢના માળીયાહાટી અને કેશોદમાં 7 ઇંચ કરતાં વધારે વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત જૂનાગઢના માંગરોળ, વંથલી અને માણાવદર,ગીર સોમનાથના માણાવદરમાં 5 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. જુનાગઢ સિટીમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. રાજ્યના 10 તાલુકામાં 4 ઇંચ કરતાં વધારે વરસાદ નોઁધાયો છે. રાજ્યના 20 તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. તો રાજ્યના 31 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે.  બિપોરજોય વાવાઝોડાની અસર ST વિભાગમાં જોવા મળી છે. રાજકોટ ST વિભાગ દ્વારા કેટલાક રૂટની બસ રદ કરાઈ છે. આજથી 3 દિવસ માટે રાજકોટથી દીવ, સોમનાથ અને નારાયણ સરોવરની બસ રદ કરાઈ છે. વીજ પોલ કે ઝાડે નીચે ST બસ ઊભી ન રાખવા ડ્રાઇવર કંડક્ટરને સૂચના અપાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here