સુરેન્દ્રનગર: 10 જાન્યુઆરી
લીંબડી કેળવણી મંડળ દ્વારા સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓની આંતર શાળાકીય બે દિવસીય ખેલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, લીંબડી ખાતે એથ્લેટિક્સ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માધ્યમિક અને ઉચ્ચતર વિભાગના સ્પર્ધકો માટે લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળા ફેંક, ચક્ર ફેંક, બરછી ફેંક, દોડ તેમજ કબડ્ડી અને ખો-ખો સહિતની રમતોની સ્પર્ધા યોજાઈ હતી. બાસ્કેટબોલ માટે (કાન્ફ્લેજ ગ્રાઉન્ડ), બાસ્કેટ બોલ, હેન્ડ બોલ, વોલીબોલ, રસ્સાખેંચ જેવી રમતોની સ્પર્ધા યોજાશે