રવિવારે રાત્રીના લંડન પેલેસ પ્રિમાઇસિસ એરીયા વિન્ડસર કેસલ ખાતે મહારાણી એલિઝાબેથ ની ઉપસ્થિતિ માં ઢોલીડા ઢોલ રે વગાડ… જ્યારે પ્રીતિ વરસાણી એ સ્ટાર્ટ કર્યું ત્યારે તેમની સાથે 50 ખેલૈયા કલાકારો આ ગરબા સાથે ઝુમી ઉઠયા હતા.
પ્રીતિ નું પરફોર્મન્સ અને ટ્રેડિશનલ ડ્રેસ જોઈ હોલિવૂડ ના સુપર સ્ટાર ટોમ ક્રૂઝ ખુબ પ્રભાવિત થયા હતા… ને પ્રીતિ ને કહ્યુ “Beautiful performance and wow your outfit looks amazing and vibrant” આ રીત ના શબ્દો સાથે પ્રીતિ તરફ સ્નેહ ની લાગણી બતાવેલ , અન્ય હોલિવુડ કલાકારો માં ડેનબરી બ્રિજરટન અને એલન ટીચમાર્શ ગુજરાતી પરવેશ સાથે પાગડી અંગે સંપૂર્ણ માહિતી મેળવી ખુબ જ પ્રસંશનીય એમનો પ્રતિભાવ આપેલ… આ ભારતીય પરફોર્મન્સ દરમ્યાન ભારતીય રાષ્ટ્રધ્વજ સ્ક્રીન પર પ્રકાશિત થતું જોવા મળ્યું હતું.