Home મોરબી મોરબી જિલ્લા પંચાયતના ભાજપના મહિલા સદસ્યના પતિ સહિત 7 પાના ટીચતાં ઝડપાયા

મોરબી જિલ્લા પંચાયતના ભાજપના મહિલા સદસ્યના પતિ સહિત 7 પાના ટીચતાં ઝડપાયા

160
0

હળવદ : 8 ઓગસ્ટ


હળવદ : હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેણાંક મકાનમાં જુગાર ક્લબ ધમધમતી હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડતા મોરબી જિલ્લા પંચાયતના ભાજપના મહિલા સદસ્યના પતિ અને દલવાડી સમાજના પ્રમુખ સહીત સાત જુગારીઓ તીનપતિ રમતા રંગે હાથ ઝડપાઇ જતા પોલીસે રોકડા રૂપિયા 69,950 કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા જિલ્લામાં દારૂ જુગારની બદી નાબૂદ કરવા સૂચના અપાતા મોરબી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયા સહિતની ટીમ પ્રયત્નશીલ હતી તે દરમિયાન એલસીબી ટીમના કોન્સ્ટેબલ તેજશભાઇ વિડજા તથા ભરતભાઇ જીલરીયાને સચોટ બાતમી મળી હતી કે, હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેણાંક મકાનમાં આરોપી મણીલાલ નાનજીભાઇ પટેલ નાલ ઉઘરાવી બહારથી માણસો બોલાવી જુગાર કલબ ચલાવે છે.

આ સચોટ બાતમીને આધારે એલસીબી ટીમે રાણેકપર ગામે મણીલાલ નાનજીભાઇ પટેલના ઘરે દરોડો પાડતા મણીલાલ નાનજીભાઇ માકાસણા રહે. હાલ. હળવદ આનંદ બંગ્લોઝ રાણેકપર રોડ મકાન ન.૭૩ મુળ રહે. રાણેકપર, મોરબી જિલ્લા પંચાયતના ભાજપના મહિલા સદસ્યના પતિ અને દલવાડી સમાજના પ્રમુખ એવા રવજીભાઇ પ્રભુભાઇ પરમાર, રહે. હળવદ સ્વામીનારાયણ સોસાયટી, જનકસિંહ ચંદ્રસિંહ ઝાલા, રહે.હળવદ, કરાચી કોલોની, હિતેષગીરી નરભેગીરી ગૌસ્વામી, રહે.હળવદ દરબાર નાકા પાણીની બારી, અમીતભાઇ ડામરભાઇ ધામેચા, રહે. દરબાર નાકા પાણીની બારી, સંજય ગીરધરલાલ ગાંધી, રહે.હળવદ વકીલશેરી દંતેશ્વર દરવાજા અંદર અને ચદુભાઇ રતીલાલ માકાસણા, રહે. હળવદ, ચંદ્રપાર્ક સોસાયટી સરા રોડ વાળા તીનપતિની મજા માણતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

એલસીબી ટીમે દરોડા દરમિયાન જુગારના પટ્ટમાંથી 69,950 રોકડા કબ્જે કરી કોઈની શેહ શરમ રાખ્યા વગર સાતેય આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં જુગારધારા અન્વયે ગુન્હો નોંધાવ્યો હતો. આ સફળ કામગીરી એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.બી.ડાભી, એન.એચ.ચુડાસમા, એ.ડી. જાડેજા, તથા એલ.સી.બી.સ્ટાફ, પેરોલ ફર્લો સ્ટાફ, ટેકનીકલ સ્ટાફ તથાએન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડની ટિમ દ્વારા કરવામાં આવી હતી.

અહેવાલ : બળદેવ ભરવાડ, હળવદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here