Home પાટણ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સેવાકીય કર્યો કરી 53 માં જન્મદિવસની...

પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સેવાકીય કર્યો કરી 53 માં જન્મદિવસની ઉજવણી કરશે…

196
0

પાટણ : 27 ઓગસ્ટ


પાટણના ધારાસભ્ય ડો કિરીટ પટેલના પ૩ માં જન્મદિવસ નિમિત્તે તા .૨૮ ને રવિવારના રોજ યોજાનાર વિવિધ સેવાલક્ષી કાર્યક્ર્મોની માહિતી આપવા માટે આજે નવા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણમાં 7 સ્થળોએ સર્વરોગ મફત કેમ્પ , વૃક્ષારોપણ , બિસ્માર માર્ગોના ખાડા પુરાણ સહિતના કાર્યક્ર્મો થકી જન્મદિવસ ઉજવવાની જાહેરાત કરી પાટણની ૨૦ જેટલી વિવિધ સામાજીક સંસ્થાઓ જન્મદિવસની આ ઉજવણીમાં સહભાગી બનનાર હોવાની તેમણે જાહેરાત કરી હતી.

પત્રકારોને સંબોધતા કિરીટ પટેલે જણાવ્યું હતું કે , શહેરમાં હાલ રોગચાળો ફેલાયેલો છે જેને ધ્યાનમાં રાખી શહેરીજનોને નિષ્ણાત તબીબોની સારવાર મળી રહે તે માટે અલગ અલગ સાત સ્થળોએ મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં અવ્યું છે જેમાં ૭૦ થી વધુ તબીબો અને ૩૫ કેમીસ્ટો સેવાઓ આપશે . જરુરીયાત મુજબ દર્દીઓને પાંચથી સાત દિવસની દવાઓ મફત અપાશે . કેમ્પ દરમ્યાન કોઇ ગંભીર બીમારીવાળો દર્દી જણાઇ આવશે અને તેની પાસે આયુષ્યમાન કાર્ડ નહી હોય તો પણ સેવા આપનાર તબીબ દ્વારા મફત ઓપરેશન કરી આપવામાં આવશે તેમજ બી.પી. , ડાયાબીટીશના રીપોર્ટ પણ મફત કરી અપાશે.

પાટણ વિધાનસભા વિસ્તારમાં આવતા ૧૧૦ ગામોમાં વડ , પીપળો જેવા દરેક ગામોમાં ૧૦૦ વૃક્ષોનું રોપણ કરી તેના જતન માટે સંકલ્પ લેવામાં આવશે . આ ઉપરાંત શહેરના બિસ્માર માર્ગો ઉપર પડેલા ખાડાઓ કપચીના મિશ્રણથી પુરવામાં આવશે . જન્મદિવસની આ ઉજવણીમાં શહેરની ૨૦ જેટલી સંસ્થાઓ પણ સહભાગી બનશે તેમ અંતમાં જણાવી ઉમેર્યું હતું કે , પાટણના હંગામી બસસ્ટેન્ડને લઇ શહેરની મુસાફર જનતા તથા અપડાઉન કરતા નોકરીયાત વર્ગને ભોગવવી પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઇ નવું બસપોર્ટનું કામ ઝડપભેર પૂર્ણ થાય તે માટે આગામી દિવસોમા આંદોલન કરવામાં આવશે અને તે માટે વેપારીઓના સાથ સહકારથી પાટણ બંધનું એલાન પણ અપાશે .

અહેવાલ : ભાવેશભાઈ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here