પાટણ : 2 ઓગસ્ટ
પાટણના હવેલી મંદિર ખાતે આજે કાંકરોલી ના યુવરાજ વગીશકુમારની ઉપસ્થિતિમાં બ્રહ્મ સબંધ, મોટી ફૂલ મંડળી, બગીચા મનોરથ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ આ મનોરથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
પાટણ શહેરના સાલીવાડા વિસ્તારમાં આવેલ પુષ્ટિ માર્ગીય સાંપ્રદાયના દ્વારકાધીશ ભગવાનની હવેલી મંદિરમાં શ્રવણવાસ નિમિત્તે નિમિત્તે દરરોજ વિવિધ રંગબેરંગી ફૂલોના હિંડોળા દર્શન સહિતના મનોરથો કરવામાં આવી રહ્યા છે.ત્યારે આજે પૂજ્ય ગોસાઈ શ્રી ડો.વાગીશકુમાર મહારાજની ની નિશ્રામા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં સવારે 25 જેટલા વૈષ્ણવોને વાગીશકુમારે વિધિવત રીતે બ્રહ્મસંબંધ આપી ધન્ય કર્યા હતા . આ ઉપરાંત બપોરે ઠાકોરજીને મોટી ફુલ મંડળીનો મનોરથ કરવામાં આવ્યો હતો જેમાં મંદિરને અલગ – અલગ ફૂલોથી સજાવવામાં આવ્યુ હતું . ફુલ મંડળીના ઝૂલમાં શ્રી પ્રભુને પધરાવી ઝુલાવ્યા હતા.સાંજે શ્રીજીના બગીચામાં મચકીના હિંડોળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાજતે ગાજતે મંદિર ખાતેથી ભગવાનની શોભાયાત્રા નીકળી હતી અને બગીચામાં પહોંચી હતી જ્યાં પ્રભુને મચકીના હિંડોળામાં પધરાવવામાં આવ્યા હતા. આ સમયે વૈષ્ણવોએ મચકી હિંડોળાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
તૃતીય ગૃહ કાંકરોલીના યુવરાજ વાગેશકુમાર મહારાજે જણાવ્યું હતું કે શ્રાવણ માસમાં હિંડોળાના વિવિધ મનોરથો દ્વારકાધીશ હવેલી મંદિર ખાતે થઈ રહ્યા છે . મંદિર ખાતે ઠુકરાની બીજની ઉજવણી ભવ્ય રીતે કરાઈ હતી.ત્યારે પ્રભુની ભક્તિમાં આગળ વધીને જીવનને સફળ બનાવવા તમામ વૈષ્ણવોને અનુરોધ કર્યો હતો.