સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માનાં અંતરિયાળ વિસ્તાર હિંગટીયા ગામે પશુ હેલ્પલાઇન ૧૯૬૨ દ્રારા ગાયનાં તૂટેલા શિંગડાનું નિ:શુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું હતું.
પ્રોજેક્ટ ઇન્ચાર્જ પ્રતિક સુથારનાં જણાવ્યા મુજબ સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્માનાં અંતરિયાળ વિસ્તાર હિંગટીયા ખાતે ડામોર ગલમાંભાઈની કાંકરેજ ગાયને એક બાજુથી શિંગળું તૂટી ગયેલ હતું. જેની જાણ પશુ હેલ્પલાઇન ૧૯૬૨ના પશુ ચિકિત્સક ડૉ.ગૌરવ પરમારને થતા તેઓ તાત્કાલિક પાયલોટ કમ ડ્રેસર સાગર ભોઈ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. ગાયનું પરીક્ષણ કર્યા બાદ તાત્કાલિક ગાયનાં શિંગાળાનું ઓપરેશન કરવાનું નક્કી થયું. તેઓ ડૉ. શનિ શર્મા અને પાયલોટ કમ ડ્રેસર વિશાલ રાઠોડને સ્થળ પર બોલાવી આશરે ૨ થી ૨:૩૦ કલાકની ભારે જહેમત બાદ ગાયનાં શિંગળાનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
હિંગટીયા જેવા અંતળીયાળ વિસ્તારમાં પણ ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને પશુઓ માટે ઘર આંગણે તબીબી સેવાઓ મળી રહે છે. જે માટે પશુપાલક ડામોર ગલમાભાઈએ ૧૯૬૨ ટીમ અને ગુજરાત સરકારની સેવાની પ્રશંસા કરી હતી. પ્રોગ્રામ મેનેજર ડૉ.મયંક પટેલ દ્વારા તમામ કર્મચારીઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી. તેમજ સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના પશુપાલકો ૧૯૬૨ સેવાનો વધુ લાભ ઉઠાવે તે માટે અપીલ કરી હતી.
અહેવાલ. રોહિત ડાયાણી, સાબરકાંઠા