સુરેન્દ્રનગર: 9 નવેમ્બર
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા રેલવે સ્ટેશનની સામે ઓઘડગીરીબાપુના આશ્રમે હવે દર પુનમે ભંડારા ઉત્સવ ઉજવાશે…ઓઘડગીરીબાપુ સૌરાષ્ટ્ર વિચરણ કરતા નીકળ્યા હતા અને આ સ્થળે સ્થાયી થયા હતા. આ સમાધી અને અલખ ધૂણાના દર્શનાર્થે આજે ભાવિકો ઉમટી પડે છે….કાર્તકી પૂર્ણિમાએ ભાવિકોએ આ આશ્રમે ભંડારાનું આયોજન કર્યું હતું. લોકો એ મહાઆરતી અને મહા પ્રસાદ નો લાભ લીધો હતો ..ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આજે ઓઘડગીરી બાપુના આશ્રમે ઉપસ્થિત ભાવિકોએ હવે દર પૂનમે ભંડારા ઉત્સવનું આયોજન કરવામાં આવે તેવુ આયોજન કરવાનું નક્કી કર્યું છે…