વિઝા ફેસિલિટેશન સર્વિસીસ એટલે કે VFS ગ્લોબલનો બોગસ બાયોમેટ્રિક કૌભાંડની તપાસ ચાલી રહી છે. ત્યારે તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. આ VFSમાં 28થી વધુના બોગસ બાયોમેટ્રિક થયાની વાત ચોક્કસ કર્મીઓએ છુપાવી હોવાનાં ખુલાસાં થઇ રહ્યા છે.
ભારતમાં જે કોઇ વ્યક્તિને કેનેડાના વિઝા મેળવવાના હોય તો તે તેણે VFS ગ્લોબલમાં ચોક્કસ પ્રક્રિયા પૂરી કરવી પડે છે. ત્યારે અમદાવાદ VFSમાંથી કેનેડાના વિઝા મેળવવામાં 28થી વધુ લોકોના બાયોમેટ્રીક કરાવી દેવાયાનું કૌભાંડ બહાર આવ્યું હતું. જે અગાઉ નોકરી કરી ચૂકેલા કર્મચારી અને અન્ય લોકો દ્વારા કરાયું હતું. આ કેસની તપાસમાં પોલીસને બાયોમેટ્રિક અંગેની વાત ચોક્કસ કર્મચારીઓ દ્વારા છુપાવાઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું. આથી હવે આ પ્રકરણમાં પોલીસ દ્વારા ફરિયાદી મેનેજર અને VPSના અધિકારીઓ, કર્મચારીની પૂછપરછ કરાશે. સાથે સાથે પોલીસે ઇમિગ્રેશન રેફ્યુજી એન્ડ સિટીઝનશીપ કેનેડા (IPCC)નો સંપર્ક કરી વધુ વિગતો મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. જોકે, VFSના કર્મચારીઓની પૂછપરછમાં જ પછી વિગતો છતી થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
પોલીસે એજન્ટ બિમલ પટેલ અને જેમની પૂછપરછ ચાલી રહી છે. હરીશના લેપટોપમાંથી વધુ લોકોના બોગસ એપોઇન્ટમેન્ટ લેટર મળી આવ્યા છે. હવે આ સમગ્ર પ્રકરણમાં VFSના મેનેજર અને કર્મચારીઓનું ભેદી મૌન કેમ હતું તેની તપાસ તેમના પૂછપરછ કરાશે તેમ પોલીસ જણાવી રહી છે. જોકે, 28 કરતાં વધુ લોકોના બોગસ બાયોમેટ્રિક થઈ ગયાની ચોંકાવનારી વિગતો સામે આવવા છતાં આ વાતને કેમ છુપાવવામાં આવી અને ફરિયાદ નોંધાવવા માટે કેનેડા હાઇ કમિશનના ઇ મેઇલની કેમ રાહ જોવામાં આવી રહી છે.
VFS માં 28 થી વધુ બોગસ બાયોમેટ્રિક કૌભાંડની તપાસમાં ચોંકાવનારા ખુલાસા
VFSના અધિકારી અને કર્મચારીઓની તપાસ શરુ ...