Home આણંદ આણંદના ભૂમાફિયાઓમાં ફફડાટ, ખાણ ખનીજ વિભાગે ગેરદાયદે ખનન અટકાવી લાખોનો મુદ્દામાલ કર્યો...

આણંદના ભૂમાફિયાઓમાં ફફડાટ, ખાણ ખનીજ વિભાગે ગેરદાયદે ખનન અટકાવી લાખોનો મુદ્દામાલ કર્યો કબજે

239
0

રાજ્યમાં ભૂમાફિયાઓનો આતંક સતત વધી રહ્યો છે. તેવામાં આણંદ ખાણ ખનીજ વિભાગને મોટી સફળતા મળી છે. અહીં ટીમે આંકલાવ તાલુકાના બિલપાડ ગામની સીમમાં દરોડા પાડ્યા હતા. અહીંથી ગેરકાયદેસર રીતે ચાલતી માટીનું ખનન ઝડપાતા ભૂમાફિયામાં ફફડાટ ફેલાયો છે. સાથે જ ટીમે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ભૂમાફિયાઓમાં ફફડાટ

આ અંગે મળતી માહિતી અનુસાર, ખાણ ખનીજ વિભાગને બાતમી મળી હતી કે, આંકલાવના બિલપાડ ગામની સીમમાં ગેરકાયદેસર માટીનું ખનન ચાલી રહ્યું છે. ત્યારબાદ ટીમે રવિવારે બપોરે દરોડા પાડ્યા હતા. તે દરમિયાન ટીમને માટી ખનન માટે ઉપયોગમાં લેવાતા લાખો રૂપિયાના વાહનો મળી આવ્યા હતા. ટીમે લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ખાણ ખનીજની ટીમે માટી ખનન કરતા 2 ડમ્પર તેમ જ એક જેસીબી મશીન મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સમગ્ર મુદ્દામાલ આંકલાવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. તેમ જ ત્રણેય વાહનોના માલિકોને નોટીસ ફટકારીને દંડ ફટકાર્યો હતો.

70 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો

બીજી તરફ તારાપુર ખાતે ખાણ ખનીજ વિભાગે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન અહીંથી નંબર વગરનું ડમ્પર મળી આવ્યું હતું. જ્યારે જીજે 36 ટી 1875 નંબરનો એક આઈશર ટ્રક ઝડપાયું હતું. સાદી રેતી ખનીજના વહન અંગેના રોયલ્ટી પાસેથી અવધિ પૂર્ણ થયેલ હોવાથી બિનઅધિકૃત વાહનને ઝડપી પાડી તેને તારાપુર પોલીસ સ્ટેશન ખાતે સીઝ કરીને રાખવામાં આવ્યું છે. જ્યારે આંકલાવ તાલુકાના બિલપાડ ખાતે ખાનગી માલિકીની જમીનમાંથી સાદી માટી ખનીજના બિનઅધિકૃત ખોદકામ વહન સબબ ઉપયોગમાં લેવાતાં બે ડમ્પર કબજે કરાયા છે. તેમાંથી એક ડમ્બરનો નંબર GJ -06-AU-7031 ( સાદી માટી ખનિજ સહિત) અને બીજા ડમ્પરનો નંબર GJ -06-AT-7733 ( ખાલી) હોવાનું સામે આવ્યું હતું. જ્યારે GJ -23-BC-0272 નંબરનું એક જેસીબી મશીન સીઝ કરીને આંકલાવ પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવ્યું છે. આ સાથે જ ખાણ ખનીજ વિભાગે કુલ મળી આશરે 70,00,000 રૂપિયાનો મુદ્દામાલ સીઝ કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here