Home રાજકોટ 100 વર્ષની ઉંમરે પણ અડિખમ છે આ દાદા, યુવાનોને આપ્યો સંદેશો…

100 વર્ષની ઉંમરે પણ અડિખમ છે આ દાદા, યુવાનોને આપ્યો સંદેશો…

76
0

આપણે મોટાભાગે લોકોને એવા આશિર્વાદ આપતા સાંભળ્યા હશે કે 100 વર્ષના થાવ અને સુખી જીવો.અને આજની પેઢીનો જવાબ હોય કે અમે થોડીના 100 વર્ષના થશું.પણ રાજકોટમાં રહેતા આ દાદા આજે 100 વર્ષ પુરા કર્યા છે પણ તેઓ અડિખમ છે.આ દાદાના નખમાં પણ રોગ નથી.આ દાદાએ તેના જીવનમાં અનેક રંગો જોયા છે.આ દાદા તેના જીવનમાં સાદુ ભોજન જ કરે છે.જેથી તેઓ આજે પણ દોડી દોડીને કામ કરે છે.ત્યારે ચાલો આ દાદા પાસેથી જ જાણીએ તેમના સ્વાસ્થયનું રહસ્ય.

100 વર્ષની ઉંમરના દાદા ગાયકવાડના સમયમાં અમરેલીમાં તેઓ પટ્ટાવાળા તરીકે સરકારી નોકરી કરતા હતા.100 વર્ષના દાદાના દિકરા ભરતભાઈએ કહ્યું કે અમારા દાદા પુનાભાઈ જેરામભાઈ અમેઠીયા આજે 100 વર્ષના થયા છે.ત્યારે અમારા પરિવારમાં ખુબ જ ખુશીનો માહોલ છે.

ભરતભાઈએ દાદાના સ્વાસ્થ્ય વિશે વાત કરતા જણાવ્યું કે દાદા એકદમ સાદુ જીવન જીવે છે.તેઓ સાદો ખોરાક લે છે  અને જીવન પણ એકદમ સાદગીથી જીવે છે.તેઓ હંમેશા બીજાને મદદ કરવા માટે તત્પર રહે છે.ભરતભાઈએ કહ્યું કે દાદાને એક પણ જાતનો રોગ નથી.અત્યારે યુવાનોમાં હાર્ટ એટેકના કેસ વધી રહ્યાં છે.ત્યારે ભરતભાઈએ કહ્યું કે આજના યુવાનોએ તેની લાઈફસ્ટાઈલ બદલવી જોઈએ.દાદાએ પહેલીથી જ પરેજીવાળુ જીવન જીવ્યું છે.તેઓ સમયસર સુઈ જાય ચે અને સમયસર ઉઠી જાય છે.

100 વર્ષના દાદા પુનાભાઈ જેરામભાઈ અમેઠીયાએ કહ્યું કે તેમને પોતાના જીવનમાં આ પાંચમી પેઢી જોઈ છે.આ દાદા જ્યારે પટ્ટાવાળાની નોકરી કરતા ત્યારે તેમનો પગાર 11 રૂપિયા હતો.અત્યારે દાદા 40 વર્ષથી પેન્શન પર છે.અને આજે દાદા 100 વર્ષ થયા છે જેથી હવે પેન્શનમાં પણ વધારો થયો છે.દાદાએ કહ્યું કે ખાલી ચા પીને પણ તેઓ 24 કલાક આરામથી પસાર કરી શકે છે.

દાદાએ કહ્યું કે વ્યસન એ ખુબ જ ખરાબ આદત છે.જેથી યુવાનોએ આ વ્યસનથી દુર રહેવુ જોઈએ.તો જ તેઓ તેમનું જીવન નિરોગી રીતે જીવી શકે છે.દાદાએ કહ્યું કે તમે જેટલુ સાદગીથી જીવન જીવશો એટલું લાંબુ તમે જીવન જીવી શકશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here