Home અમદાવાદ AMTS ના ભાડામાં થયો વધારો … , અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લીધો નિર્ણય...

AMTS ના ભાડામાં થયો વધારો … , અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લીધો નિર્ણય …

103
0

અમદાવાદ શહેરમાં શહેરીજનોને માર્ગ પરિવહનની સેવા પુરી પાડતી AMC સંચાલિત AMTS અને BRTS બસ સુવિધા છેલ્લા કેટલાક વર્ષોથી ખોટમાં ચાલી રહી છે. બસોના ભાડામાં પણ કેટલાંક વર્ષોથી વધારો કરાયો નથી. ત્યારે હવે AMCના ભાજપ સત્તાધીશો દ્વારા AMTS અને BRTSના ભાડામાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં 3 કિલોમીટર સુધી બસનું ભાડું 5 રૂપિયા, 3 થી 5 કિલોમીટર સુધી 10 રૂપિયા, 5 થી 8 કિલોમીટર સુધી 15 રૂપિયા, 8 થી 14 કિલોમીટર સુધી 20 રૂપિયા, 14થી 20 કિલોમીટર સુધી 25 રૂપિયા અને 20 કિલોમીટરથી વધુના 30 રૂપિયા ભાડું નક્કી કરાયું છે. જે 1 જુલાઇથી આ ભાડા લાગુ કરવામાં આવશે.

 AMTSના નવા જાહેર કરવામાં આવેલા ભાડામાં AMTS બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. હાલમાં AMTSમાં પ્રવર્તમાન ભાડુ 18 થી 22 કિલોમીટરમાં માત્ર 17 રૂપિયા છે. જે હવે 14થી 20 કિલોમીટરમાં 25 રૂપિયા અને 20 કિલોમીટરથી વધુમાં 30 રૂપિયા ભાડું ચૂકવવું પડશે. ત્યારે BRTS બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે બસના ભાડામાં કોઈ ફરક પડ્યો નથી. છેલ્લા અનેક વર્ષોથી બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો નથી. ત્યારે હવે ડીઝલ અને CNG ગેસના ભાવ વધારાને જોતાં હવે ભાડા વધારવા અંગે મ્યુનિસિપલ કમિશનર અને AMTSના અધિકારીઓ અને ભાજપના સત્તાધીશો વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપના સત્તાધીશો દ્વારા બસના પ્રવર્તમાન ભાડામાં કેટલો અને કેવી રીતે વધારો કરી શકાય તે અંગે વિચારણા કરાઈ હતી. જેને લઈ આજે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here