અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલ ભારત – પાકિસ્તાનની મેચમાં માત્ર અમદાવાદીઓ જ નહીં પરંતુ દેશ – વિદેશમાંથી લોકો જોવા ઉમટ્યા છે. ભારત – પાકિસ્તાનની મેચમાં દર્શકોમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 11 વર્ષ બાદ ભારત પાકિસ્તાનની મહાજંગ ખેલાઇ રહી છે. અત્યાર સુધી ભારત પાકિસ્તાન વચ્ચે સાત વાર મેચ રમાઈ ચૂકી છે. અગાઉ રમાયેલી તમામ મેચમાં ભારતે વિજય મેળવ્યો હતો. ત્યારે ફરી આ વર્ષે વર્લ્ડ કપ મેચ રમાઈ રહી છે. જ્યાં આ વખતની મેચમાં કોની બાજી મારશે તે જોવું રહ્યું ….
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ 1 લાખ કરતાં વધુ દર્શકોથી ભરાઇ ગયું છે. જ્યાં 200 જેટલાં VIP દર્શકો મેચ નિહાળવા ઉમટ્યા છે. ત્યારે આ મેચ પર તો ભારતીયોની જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજર છે. ઉલ્લેખનીય છે કે ભારત – પાકિસ્તાન માત્ર સરહદ પર નથી લડતું. પરંતુ રમતના મેદાન પર પણ ઘણાં વિવાદો સર્જાયા છે. જ્યાં ખેલાડીઓ વચ્ચે વિવાદો સર્જાયા હોય.
વાત કરીએ તો મેચ માટે સમગ્ર અમદાવાદ શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું છે. મેચ નિહાળવા માટે આવતા દર્શકોની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં સ્ટેડિયમની બહાર તો સ્ટેડિયમની અંદર પણ પોલીસ કર્મીઓ અને પોલીસ અધિકારીઓ તૈનાત કરાયા છે. ઉલ્લેખનીય છે કે મેચ માટે શહેરમાં 4 DIG , 21 DCP , 47 ACP , 131 PI , 369 PSI , 7000 થી વધુ પોલીસ કર્મીઓ , 4000 હોમગાર્ડ , 5 હિટ ટીમ , NSG ની એન્ટી ડ્રોન ટીમ , બોમ્બે ડિટેક્શન ટીમ , ડિસ્પોઝલ ડોગ સ્કવોર્ડની ટીમ , SRP ની 13 કંપની , RAF ની 3 કંપની તેમજ NDRF , SDRF , CISF , ડ્રોન સિસ્ટમ , 10 CCTV ટાવર , 2000 થી વધુ CCTV કેમેરાનો ગોઠવવામાં આવ્યા છે.
મેચ દરમિયાન કોઇ ઇમરજન્સા સારવાર માટે પ્રથમવાર સ્ટેડિયમમાં ICU બેડની સુવિધા ઉભી કરાઇ છે. તેમજ વેન્ટિલેટર સાથે 6 બેડની વ્યવસ્થા તો તબીબો અને નર્સ સાથેની ટીમ તૈયાર કરાઇ છે. તેમજ સ્ટેડિયમના ગેટ પર એમ્બ્યુલન્સ ગોઠવાઇ ગઇ છે.
અમદાવાદમાં મેચ ને અમદાવાદના વેપારીઓમાં ધંધામાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. વાત કરીએ તો ઇન્ડિયન ટીમના ચાહકો માટે વેચાણ માટે રખાયેલી ટી-શર્ટનો આ વખતે ભારે વેપાર થાય તેવો અંદાજ છે. પાણીની વ્યવસ્થા , ઠંડા પાણીના સંગ્રહ માટે વ્યવસ્થા છે. ત્યારે સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં વેપારીઓને ધંધો સારો થાય તેમ લાગી રહ્યું છે. તેમજ આસપાસની હોટલ અને રેસ્ટોરન્ટમાં ભાવ વધારો નોંધાયો છે.