સુરેન્દ્રનગર: 23 ઓગસ્ટ
ચુડા તાલુકાના લાલિયાદ ગામે બાકી રહેલા વિકાસના કામો મંજૂર કરવા માટે ગ્રામજનોએ કેન્દ્રિય મંત્રીને રજૂઆત કરી હતી. વિકાસના કામો થકી લાલિયાદ ગ્રામ પંચાયતને આદર્શ ગ્રામ પંચાયત બનાવવા કેન્દ્રિય મંત્રી પાસે સહકારની અપેક્ષા રાખી છે.
ચુડા તાલુકાના લાલિયાદ ગામના અલ્પરાજસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ ઝાલા, મિતરાજસિંહ ઝાલા, યુવરાજસિંહ ઝાલા સહિત ગ્રામજનોએ સુરેન્દ્રનગરના સાંસદ અને કેન્દ્રિય મંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાની મુલાકાત કરી હતી.
ગ્રામજનોએ કેન્દ્રિય મંત્રીને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે લાલિયાદ ગામમાં આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડી જર્જરિત હાલતમાં છે. જેને તાત્કાલિક ધોરણે રિપર કે તેનું નવિનિકરણનું કામ હાથ ધરવું જરૂર બની ગયું છે. સાથે જ લાલિયાદ ગામે ભુગર્ભ ગટર, રોડ, સ્ટ્રીટ લાઈટ સહિતના બાકી રહેલા વિકાસના કામો મંજૂર કરવા રજૂઆત કરી હતી. વિકાસના કામો મંજૂર કરી લાલિયાદ ગ્રામ પંચાયતને આદર્શ ગ્રામ પંચાયત બનાવવા સહકાર આપવા કેન્દ્રિય મંત્રીને રજૂઆત કરી હતી.