Home કચ્છ જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે અંજાર ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું

જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે અંજાર ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું

128
0

કચ્છ: 13 ઓગસ્ટ


નિવાસી અધિક કલેકટર શ્રી હનુમંતસિંહ જાડેજાએ કાર્યક્રમનું નિરીક્ષણ કરીને અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન સાથે સૂચનાઓ આપી

કચ્છ જિલ્લાકક્ષાના ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંજારના આહિર ભવન ખાતે થશે ત્યારે આજરોજ રિહર્સલ યોજવામાં આવ્યું હતું. આ રિહર્સલ દરમિયાન નિવાસી અધિક કલેકટરશ્રી હનુમંતસિંહ જાડેજાએ ધ્વજ વંદન કરીને સલામી આપી હતી. પોલીસ અને હોમગાર્ડ દ્રારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરીને નિવાસી અધિક કલેકટરશ્રીએ અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડીને કાર્યક્રમના આયોજન સંબંધિત સૂચનાઓ આપી હતી.

જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિને પણ નિવાસી અધિક કલેકટરશ્રીએ નિહાળી હતી. કાર્યક્રમ નિયત રૂપરેખા મુજબ જ યોજાઈ તે બાબતે અધિકારીશ્રીઓને તકેદારી રાખવા તેઓએ સૂચન કર્યું હતું. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા વિમર્શ કરીને આયોજન અંગેની વિગતો મેળવી હતી. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તેના મિનિટ ટુ મિનિટ ધ્વજ વંદન રિહર્સલ કાર્યક્રમને નિવાસી અધિક કલેકટરશ્રીએ નિહાળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંજાર ખાતે થશે. આ પ્રસંગે સુચારુ આયોજન થાય તે માટે રિહર્સલ કાર્યક્રમને નિવાસી અધિક કલેકટરશ્રીએ નિહાળ્યો હતો.

આ પ્રસંગે અગ્રણી શ્રી ત્રિકમભાઈ આહિર, અંજાર પ્રાંત અધિકારીશ્રી મેહુલ દેસાઈ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી વિપુલ પટેલ અને મુકેશ ચૌધરી, મામલતદાર શ્રી મેહુલ ડાભાણી, અંજાર ચીફ ઓફિસર શ્રી પારસ મકવાણા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બી.એન.પ્રજાપતિ, પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જે.પી.પ્રજાપતિ, નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ શ્રી હરેશ મકવાણા, નાયબ‌ કાર્યપાલક ઈજનેર શ્રી મયંક શાહ, સીડીએમઓ શ્રી ડૉ. કશ્યપ બૂચ, આરસીએચ શ્રી ડૉ.જૈનુલ ખત્રી, ડૉ.અમીન અરોરા, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ. રાજીવ અંજારીયા સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ કૌશિક છાયા, કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here