Home અંબાજી યાત્રાધામ અંબાજી ના મુખ્ય હાઈ – વે પર ની રોડ લાઈટો બંધ...

યાત્રાધામ અંબાજી ના મુખ્ય હાઈ – વે પર ની રોડ લાઈટો બંધ રહેતા બની રહ્યા છે અકસ્માત ના બનાવો

137
0

અંબાજી: 8 ઓગસ્ટ


ડી.કે સર્કલ થી પોલીસસ્ટેશન તરફ,તેમજ જૂના નાકા સર્કલ થી ગબ્બર સર્કલ તરફ ના રસ્તા પર લાઈટો બંધ રહેતા અવારનવાર અકસ્માતો થવા છતાં તંત્ર બેદરકાર….

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે હાલ માં અકસ્માતો ની વણઝાર ચાલી રહી છે ત્યારે તંત્ર દ્વારા કરાઇ રહેલ ઘોર બેદરકારી ના લીધે અકસ્માતો ના બનાવ બની રહ્યા છે તેમાં છતાં પણ તંત્ર ની આંખ ઉઘડતી નથી જેના લીધે નાના – મોટા તો ઠીક પરંતુ કોઈ જીવલેણ અકસ્માત ના બને તો નવાઈ નહી.

ત્યારે ગત રાત્રિએ ડી.કે સર્કલ થી પોલીસ સ્ટેશન તરફ ના મુખ્ય હાઈ – વે માર્ગ પર ની લાઈટો બંધ રહેતા તેમજ રસ્તા વચ્ચે બેસેલ ઢોર ના લીધે અકસ્માત નો ભય બીજી તરફ એક જ અઠવાડિયા માં આ રીત ના અકસ્માત નો આ છઠો બનાવ છે.

અંબાજી એ ફક્ત તાલુકા વિસ્તાર પૂરતું જ નહિ પરંતુ પાડોશી રાજ્ય ની સરહદ નજીક આવેલ છે જેના અવર – જવર નો મુખ્ય હાઈ – વે માર્ગ અંબાજી ગામ વચ્ચે થી જ પસાર થાય છે ત્યારે અંબાજી થી આબુરોડ તરફ ના માર્ગ માં પણ જુના નાકા સર્કલ થી આગળ જતાં હાઈ વે રોડ હોવા છતાં અંધારું છવાયેલ રહે છે જ્યારે આ જ માર્ગ ગબ્બર જવાના રસ્તા પર વળતા પહેલા નો જ મુખ્ય માર્ગ છે ત્યારે અંધારા માં અને તેમાંય વરસાદી વાતાવરણ માં ઢોર – જનાવર રસ્તા ની વચ્ચે ચાલતા અકસ્માત થવાની સંભાવના રહેલ છે તો ચાલતા જતાં સ્થાનિક નિવાસીઓ અને યાત્રિકો ને પણ હેરાન થવું પડે છે તો બીજી તરફ ડી. કે સર્કલ થી પોલીસ સ્ટેશન – કૈલાશ ટેકરી – કુંભારીયા સુધી ના રસ્તાઓ ની પણ આ જ દશા છે.તો બીજી તરફ *અંબાજી થી દાંતા તરફ જતા રસ્તા પર નિયમિત રીતે લાઈટો ચાલુ રાખવામાં આવે છે* ત્યારે એક જ ગામ ના ત્રણ તરફ ના મુખ્ય રસ્તાઓ પર જાહેર રોડ લાઈટ ની બાબત માં આટલો ભેદભાવ કેમ? *અંબાજી ગ્રામ પંચાયત ના બની બેઠેલા વહીવટદાર શું આ બાબત થી અજાણ છે ? કે આંખ આડા કાન કરવાની જૂની નીતિ છૂટતી નથી?* જાહેર માર્ગ પર થી નાના – મોટા માલવાહક તેમજ યાત્રિક વાહનો, વાહનચાલકો અને સ્થાનિક લોકો પસાર થાય છે ત્યારે અંધારા માં વાહન ચલાવતા પડતી મુશ્કેલી તેમજ રસ્તે રખડતા ઢોર ના ત્રાસ ને લીધે લોકો ના જીવ જોખમ માં મુકવા પાછળ જવાબદાર કોણ? ફક્ત ભાદરવી પૂનમ ના મેળા દરમિયાન આ માર્ગો પર લાઈટો ચાલુ રખાયા બાદ ના સમયે ગબ્બર સર્કલ તરફ જતા રસ્તા પર કાયમી અંધારું જોવા મળે છે ત્યારે ફક્ત અંબાજી મંદિર લાઈટો થી ઝગમગાવી ગામ ના જાહેર માર્ગો પર છવાયેલ અંધાર પટ યોગ્ય નથી.ત્યારે આ વિષયે ગામ ની જાહેર બાબતો નું વહીવટકર્તા જે તે તંત્ર નિંદ્રા માંથી જાગી ગામ ના હિત નો વિચાર કરી ત્વરિત રીત કામગીરી કરે તે જરૂરી બન્યું છે

અહેવાલ : અલ્કેશ સિંહ ગઢવી, અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here