Home ક્ચ્છ ઢોલીડાના ઢોલની ગુંજ લંડનના મહારાણીના કાને ગુંજશે

ઢોલીડાના ઢોલની ગુંજ લંડનના મહારાણીના કાને ગુંજશે

204
0

કચ્છ: 14 મે


લંડન ના રાજવી પરીવાર ના મહારાણી એલિઝાબેથ બ્રિટેનની ગાદી સંભાળે ૭૦ વર્ષ થઈ રહ્યા છે એ નિમિતે બ્રિટેન શાહી ખાનદાન પ્લેટેનિયમ જ્યુબીલી વર્ષ મનાવી રહ્યું છે ત્યારે ચાર દિવસ ના રંગારંગ કાર્યક્રમો સાથે ઉજવવા જઈ રહ્યું છે ત્યારે સમગ્ર ભારત અને ગુજરાત માટે ખાસ કરીને મહત્વ ના સમાચાર એ આવી રહ્યા છે લંડન પેલેસ માં વિન્ડસર કેસલ ખાતે મુળ કચ્છના નારાણપર હાલે લંડનની સિંગર પ્રીતિ વરસાણી કે જે
શાહી પરિવાર ના ખાસ મહેમાનો અને કુટુંબીજનો અને બ્રિટન ની મહારાણી
એલિઝાબેથ ની ઉપસ્થિતિ
માં ગુજરાતી ગીત ” ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિચ લેવી સે ” સમક્ષ ગુજરાતના ગરબાનું પરફોર્મન્સ આપશે.

અત્રે ખાસ નોંધનીય વાત એ છે કે ચાર દિવસ ચાલનારા આ પ્લેટિનમ જ્યુબીલી કાર્યક્રમમાં દુનિયાભર ના ખ્યાતનામ એક હજાર કલાકારોની વચ્ચે મૂળ ભારતના હાલે લંડન એવા સિંગર ના કચ્છ ની પ્રીતિ વરસાણી ની પસંદગી કરવામાં આવી છે અન્ય એક બોલીવુડ પ્લબેક સિંગર જાઝ ધામીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે શાહી પરીવાર તરફથી દુનિયા ના ખ્યાતનામ ફેમસ ફોરેન્શએ આ ગીત ને સંગીત આપ્યું છે

છેલ્લા ઘણાં વર્ષો થી લંડન માં ગુજરાતી કલ્ચર અને સંસ્કૃતિ ને લઈ ને યુવાનો માં ઉદાસીનતા દેખાતી હતી તેવા માં પ્રીતિ વરસાણી , મ્યુઝીક પ્રોડ્યુસર પર્લ પટેલ અને કથક અદાકારા મીરાં સલાટ આ ત્રણે એ ૨૦૧૬ માં લંડન ખાતે ” રંગીલો ગુજરાત ” ના શિર્ષક તળે ગુજરાત માંથી ૬૦ થી ૬૫ ઉમદા કલાકારો લંડન બોલાવીને ત્યાં ગુજરાતી લોકોને પોતાની સંસ્કૃતિ અને કલાના દર્શન કરાવ્યા હતા, ત્યારબાદ રેગ્યુલર નવરાત્રી તેમજ ” સૂર સંગમ ” સાથે રહીને અનેક સ્ટેજ પોગ્રમો અને વીડિયો આલ્બમ બનાવીને લંડનના ગુજરાતી સમાજના યંગ જનરેશનને કલામાં આગળ લાવવા સતત પ્રયત્નશીલ કાર્ય કરી રહ્યા છે, વિશેષ માં મીડિયા સાથે વાત કરતાં પ્રીતિ વરસાણી એ જણાવ્યું હતું કે, ગુજરાતની કલાના વારસોને જાળવવાના સુંદર પ્રયાસોના ફળ સ્વરૂપે બ્રિટનશાહી પરીવાર તરફથી યોજાનાર આ કાર્યક્રમ માં પરફોર્મન્સ આપવા નિમંત્રણ આપવામાં આવેલ , આ કાર્યક્રમ નું હોસ્ટ હોલિવુડના સુપર સ્ટાર હોલીવુડ સ્ટાર ટોમ ક્રુઝ, હેલેન મિરેન કરશે

ગુજરાત માટે એક ગૌરશાળી પળ હશે કે ” ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે ” આ ગીતનું જે રીતે વિદેશી ઓર્કેસ્ટાના કલાકારો એ કમ્પોઝ કર્યું છે જે રીતે આ ગુજરાતી ગીત નું કમ્પોઝ કરવામાં આવ્યું છે તે ગુજરાતી ગીત
મહારાણી એલિઝાબેથ , ઉપસ્થિત ખાસ મહેમાનો અને સમગ્ર લંડન ના રહેવાસીઓ ને ચોક્કસ ગમશે તેવું પ્રીતિ વરસાણી એ જણાવ્યું હતું

ચાર દિવસ ચાલનાર આ કાર્યક્રમ માં અનેક દેશ અને વિદેશોના અનેક નામી કલાકારો પોત પોતાના દેશ ની સાંસ્કૃતિક કલાના દર્શન કરાવશે , આ કાર્યક્રમ ના અંતિમ દિવસે રવિવારે મહારાણી એલિઝાબેથ ઉપસ્થિત રહી બ્રિટનના લોકોને પ્રોત્સાહિત કરશે,

અહેવાલ: કૌશિક છાયા, કચ્છ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here