પાટણ : 3 મે
મુસ્લિમ સમાજનો પવિત્ર મહિનો રમજાન માસમાં ત્રીસ રોજા પૂર્ણ થતાં આજે મંગળવારે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ઈદ-ઉલ-ફિત્ર રમજાન ઈદની મુસ્લિમ બિરાદરો દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી સિદ્ધિ સરોવર સામે આવેલ ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઇદની નમાઝ અદા કરી એકબીજાને મુબારકી પાઠવી હતી
પાટણના સિદ્ધિ સરોવર ખાતે સામે આવેલા ઈદગાહ ખાતે મંગળવારે સવારે 8 વાગે ટ્રસ્ટીઓ અને મૌલવી સહિત મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં માં ઉપસ્થિત રહી રમઝાન ઈદ ની નમાજ અદા કરી હતી . ત્યારબાદ એકબીજાને ગળે મળી રમઝાન ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી . તો ઈદગાહ ખાતે ભાજપ , કોંગ્રેસના આગેવાનોએ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી હતી . ઈદગાહ સહિત પાટણ જિલ્લામાં વિવિધ મસ્જિદોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો શહેરના રખતાવાડા ખાતે સાડા છ વાગ્યે , મદ્રસા કંઝે મરગુબ ખાતે પોણા સાત વાગ્યે , રેલ્વે સ્ટેશન બદરીયા મસ્જીદમાં પોણા સાત વાગ્યે , સમીકી મસ્જિદ ( મર્કઝ ) ખાતે સાત વાગ્યે , જૂના પાવર હાઉસ ગુંન્ન મસ્જિદ ખાતે સવા સાત વાગ્યે , જામે મસ્જિદ ખાતે સાડા સાત વાગ્યે , ઇદગાહ ખાતે આઠ વાગ્યે , હજરત મૌલાના મોહંમદ બિન તાહિર ( રે.એ ) ખાતે સાડા આઠ વાગ્યે સવારે નમાજ અદા કરાઈ હતી.