Home સુરેન્દ્રનગર ઝાલાવાડ ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા એગ્રી એક્સપો 2022 નું લોન્ચિંગ કરવામાં આવ્યુ

ઝાલાવાડ ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા એગ્રી એક્સપો 2022 નું લોન્ચિંગ કરવામાં આવ્યુ

124
0
સુરેન્દ્રનગર : 28 એપ્રિલ

સુરેન્દ્રનગર જિલ્લાના ઉદ્યોગો અને ધંધાકીય વિકાસ થાય તે માટે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં તથા સમગ્ર જિલ્લામાં ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા સતત નાનાથી લઈને મોટા વેપારીઓ ના સંપર્ક માં રહી અને તેમને પડતી ધંધાકીય મુસીબત તેમજ તેમને પડતી સમસ્યા નું નિરાકરણ આવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે તેવા સંજોગોમાં આ વર્ષે ઝાલાવાડ ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા ધંધાકીય વિચારણા ઉપરાંત ખેતીવાડી નો વિકાસ થાય તે બાબતે પણ આગળ વધવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે ઝાલાવાડના ખેડૂતો સતત દુનિયા લેવા તથા વિશ્વમાં આગળ વધે તેવા પ્રયાસો ઝાલાવાડ ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે તેવા સંજોગોમાં ઝાલાવાડ એગ્રી 2022 ઝાલાવાડ ફેડરેશન દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે ભવ્ય એગ્રી એક્સપો જેમાં સમગ્ર ગુજરાત નહીં પરંતુ વિશ્વના ખેડૂતો આ એક્સપોમાં ભાગ લેશે અને જે બાબતે જિલ્લાના ખેડૂતો પણ વિવિધ ખેતીક્ષેત્રે આવું નવી બાબતો જાણશે ત્યારે આજે આ એક્સપોનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે ત્યારે આ પ્રસંગે રાજકીય સામાજીક તેમજ સંસ્થા સાથે સંકળાયેલા વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા હતા તેવા સંજોગોમાં સિનેમાઘરમાં ટૂંક સમયમાં પ્રસિદ્ધ થનારી નાયીકાદેવી ફિલ્મના ડાયરેક્ટર તેમજ મુખ્ય રોલ નાયીકાદેવી નો ફિલ્મમાં બજાવનાર ખુશી શાહ સુરેન્દ્રનગર ખાતે હાજર રહ્યા હતા અને એગ્રો એક્સપો લોન્ચ દરમિયાન પણ હાજર રહ્યા હતા આ ઉપરાંત જે ફિલ્મ ટૂંક સમયમાં થિયેટરમાં આવનાર છે તેના ટ્રેલર લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here