Home કોરોના પાટણ જિલ્લામાં કોરોના ના નવા 224 કેસ નોંધાયા

પાટણ જિલ્લામાં કોરોના ના નવા 224 કેસ નોંધાયા

140
0
પાટણ : 2 ફેબ્રુઆરી

પાટણ જિલ્લામાં કોરોના ના કેસ માં સતત તેજી સાથે પોઝિટિવ કેસો ની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે.ત્યારે મંગળવારે જિલ્લામાં નવા 224 કેસ નોંધાતા જિલ્લામાં પોઝિટિવ દર્દીઓનો આંક 3784 ઉપર પહોંચ્યો છે. કોરોના કેસોમાં સતત વધારો થતા જિલ્લાવાસીઓમાં ચિંતા જોવા મળી રહી છે તો વહીવટીતંત્ર પણ દોડતું થયું છે.

પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં દિવસે દિવસે સંક્રમણમાં સતત વધારો થતાં કોરોના કેશોની સંખ્યા વધી રહી છે. ત્યારે મંગળવારે વધુ 224 નવા કેસ સામે આવતાં આરોગ્ય વિભાગની ઉંઘ ઉડી ગઇ છે. નોંધાયેલા નવા કેસોમાં પાટણ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 32 કેસ પોઝિટિવ આવતા શહેરીજનોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે તો પાટણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ 47 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા છે આમ મંગળવારે એક જ દિવસમાં પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મળી કુલ 79 કોરોના પોઝિટિવ નોંધાયા છે.તોસિદ્ધપુર શહેર સહિત તાલુકામાં 15, હારીજમાં 27, ચાણસ્મા શહેર સહિત તાલુકામાં 49, સરસ્વતી તાલુકામાં 9, રાધનપુરમાં16, સાંતલપુરમાં 16, શંખેશ્વરમા 9 અને સમીમાં 4 મળી જિલ્લામાં કુલ 224 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.

2072 દર્દીઓએ કોરોનાને માત આપી છે. હોસ્પિટલમાંમાં સારવાર હેઠળ છે. જ્યારે 1488 દર્દીઓ હોમ એસોલેસનમાં છે. આમ જિલ્લામાં એક મહિનામાં કુલ એક્ટિવ કેસનો આંક 3748 પર પહોંચ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here