આણંદ BRC ભવન, ખાતે શાળાઓમાં ચાલતી પરિવહન સુવિધા માટે માર્ગ સલામતી તથા સુરક્ષા અંગે વાહનચાલકો/આચાર્ય/શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમમાં RTO કચેરી, આણંદના સાવનભાઈ પટેલે પરિવહન અંગે જાગૃતતા, સાવચેતીના પગલાં, વાહનના જરૂરી દસ્તાવેજ અને દંડની જોગવાઈ અંગે વિસ્તૃત માહિતી સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત સાવનભાઈ પટેલે પરિવહન, રોડ સેફટી અને સ્વીપ કાર્યક્રમ અન્વયે મતદાન જાગૃતિ અંગેના શપથ હાજર તમામને લેવડાવ્યા હતા. આ કાર્યક્રમમાં શિક્ષણ વિભાગના બી.આર.સી કો-ઓર્ડીનેટર જલદિપભાઈ પટેલ, કલ્પનાબેન પળાલિયા, મીનલબેન પારેખ તથા શાળાના શિક્ષકો અને વાહન ચાલકો હાજર રહ્યા હતા.