ચરોતર ગેસ સહકારી મંડળી લીમીટેડ, વિઠ્ઠલ ઉદ્યોગનગર દ્વારા ચરોતર ગેસના પ્રાંગણમાં ધ્વજ વંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચરોતર ગેસના ચેરમેન ધર્મેન્દ્રભાઈ જે. પટેલ, મેનેજીંગ ડિરેકટર વિઠ્ઠલભાઇ એમ. પટેલ તથા યુ.એસ.થી ખાસ પધારેલ જયેશભાઈ પટેલ-USA, દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતું.
આ પ્રસંગે ધર્મેન્દ્રભાઈ જે. પટેલે વીર શહીદોના બલિદાન તેમજ આઝાદીની ચળવળમાં શહીદ થનારને યાદ કરી આકાશમાં ત્રિરંગા ફુગ્ગા છોડી અને શ્રધ્ધાંજલિ આપી હતી. વિઠ્ઠલભાઈ એમ. પટેલે કનૈયાલાલ મુનશી તેમજ તેમના યોગદાન વિશે માહિતગાર કર્યા હતા. ચરોતર ગેસના ડિરેક્ટર મિનાક્ષીબેન આર. પાઠકે સૌ બહેનોના યોગદાનને બિરદાવ્યા હતા. આ પ્રસંગે ધ્વજ વંદન કાર્યક્રમ દરમિયાન જાણીતા કલાકાર કરણસિંહ રાણા દ્વારા દેશ માટે બલિદાન આપનાર વીર શહિદોની યાદમાં દેશ ભક્તિ ગીતો રજુ કર્યા હતા.