Home પાટણ પાટણમાં ભગવાન જગન્નાથજીની 141 મી રથયાત્રા યોજાઇ

પાટણમાં ભગવાન જગન્નાથજીની 141 મી રથયાત્રા યોજાઇ

174
0

અષાઢી બીજના દિવસે પાટણની 141 મી રથયાત્રાને પહિંદ વિધિ કરીને સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી, જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલનાં હસ્તે રથને પ્રસ્થાન કરાવાયું હતું.

જય જગન્નાથ”, “હાથી, ઘોડા, પાલકી, ‘જય કનૈયા લાલ કી’” નાં ભક્તોનાં નાદ વચ્ચે ભગવાન જગન્નાથજી, ભાઇ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે પરંપરાગત નગરચર્યાએ નીકળ્યા હતાં. ઘીમટા નાકા, રોકડીયા ગેટ પર આવેલ જગન્નાથજીનાં મંદિરેથી પ્રસ્થાન થયેલ રથયાત્રામાં શહેરનાં ભાવિકભક્તોમાં અનોખો ઉમંગ જોવા મળ્યો હતો.

રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો એકત્રિત થયાં હતાં અને ભગવાન જગન્નાથજીનાં દર્શનનો લાભ લીધો હતો. આશરે સાડા ચાર કિલોમીટર વિસ્તારમાં પરિભ્રમણ કરતી રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ રથયાત્રાનાં શુભારંભ પ્રસંગે, કલેકટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, પોલીસ અધિક્ષક વિજય પટેલ, આગેવાનો કે.સી.પટેલ, રાજુલ દેસાઈ, નંદાજી ઠાકોર, નગરપાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ,પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here