Home અંબાજી હર ઘર તિરંગા અંતર્ગત અંબાજી પોસ્ટ ઓફિસ ખાતે તિરંગા નું વેચાણ શરૂ...

હર ઘર તિરંગા અંતર્ગત અંબાજી પોસ્ટ ઓફિસ ખાતે તિરંગા નું વેચાણ શરૂ કરાયું…..

131
0

અંબાજી : 3 ઓગસ્ટ


અંબાજી ના સ્થાનિક લોકો તિરંગા લેવા આવી પહોંચ્યા ……

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશ ના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આઝાદી ના ૭૫ વર્ષ ની ઉજવણી કરાઈ રહી છે ત્યારે આઝાદી મેળવાઈ એ તા.૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ ની દેશ ભરમાં ઉજવણી ના ભાગરૂપે તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન દરેક ઘરે તિરંગા લહેરાવવા માટે હાંકલ વડા પ્રધાન દ્વારા હાંકલ કરાઈ છે.જે અંતર્ગત દેશ ની દરેક પોસ્ટ ઓફિસમાંથી ફક્ત ૨૫ રૂ.માં કપડાં ના તિરંગા નું વેચાણ શરૂ કરવામાં આવેલ છે .

ફક્ત રૂ.૨૫ માં તિરંગા નું કરાઇ રહ્યું છે વેચાણ, તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન દરેક ઘર ઉપર તિરંગા લહેરાવાશે……

ત્યારે ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પણ પોસ્ટ ઓફિસ માં તિરંગા નું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતુ જેમાં અંબાજી ગામ ના સ્થાનિક અગ્રણીઓ સહિત ગામ લોકો વડા પ્રધાનશ્રી ની કરાયેલ હાંકલ ને સાર્થક કરવા પોતાના ઘરે તિરંગો લહેરાવવા માટે તિરંગો ખરીદવા ઉત્સાહ ભેર પહોંચી ગયા હતા.

પહેલા જ્યારે રાષ્ટ્રધ્વજ ને ફક્ત સરકારી ઓફિસો પર જ લહેરાવાની મંજુરી હતી અને સરકારી ઓફિસો પર જ રાષ્ટ્રધ્વજ જોઇ શકાતો હતો ત્યારે વડા પ્રધાન શ્રી ની દેશભર માં લોકો ને દેશ ભક્તિ ની ભાવના જાગૃત રાખવા અને દેશ પ્રેમ ની અગ્નિ ને પ્રજ્વલિત રાખવા ના રાષ્ટ્ર હેતુસર આઝાદી ના મહોત્સવ દરમિયાન ત્રણ દિવસ સુધી દરેક ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા હાંકલ કરી છે તેથી સ્થાનિક લોકો માં દેશ પ્રેમ દર્શાવવા રાષ્ટ્રધ્વજ ખરીદવા ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

અહેવાલ : અલ્કેશ સિંહ ગઢવી અંબાજી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here