Home સુરેન્દ્રનગર સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મીડિયા કર્મીઓને કવરેજ કરવા પર પ્રતિબંધ

સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મીડિયા કર્મીઓને કવરેજ કરવા પર પ્રતિબંધ

163
0

સુરેન્દ્રનગર : 2 ઓગસ્ટ


તાજેતરમાં સોમનાથ ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કવરેજ કરી રહેલ મીડિયા કર્મીઓને સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોઈ ઉપરી અધિકારીના નિર્ણય અને સૂચના મુજબ કવરેજ થી અળગા રાખી કવરેજ કરવા નહિ દઈ રોકવામાં આવ્યા હતા. ત્યારે આ બનાવનો સમગ્ર રાજ્યમાં પત્રકાર આલમમાં રોષ જોવા મળી રહ્યો છે અને ઠેર ઠેર બનાવને વખોડી કાઢી વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે.

ત્યારે પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે સુરેન્દ્રનગર પત્રકાર એકતા પરિષદના જીલ્લા પ્રમુખ પ્રતિકસિંહ રાણાની અધ્યક્ષતામાં આ અંગે જિલ્લા કલેકટર કે.સી. સંપટને આવેદનપત્ર પાઠવી લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે પ્રમુખ પ્રતિકસિંહ રાણાએ દરેક મીડિયા કર્મીઓ લોકશાહીની ચોથી જાગીર છે અને કોઈપણ ધાર્મિક સ્થળો કે મંદિરોમાં વર્ષો થી બધાને સંકલનમાં રાખી કવરેજ કરી ફરજ નિભાવતા હોય છે ત્યારે આ રીતે કવરેજ થી રોકવામાં આવે તે બાબત યોગ્ય નથી તેમ જણાવ્યું હતું અને સરકાર સમક્ષ આ રજૂઆત પહોચાડી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કવરેજ પર મૂકવામાં આવેલ પ્રતિબંધ હટાવી લેવામાં આવે તેવી માંગ કરી હતી. તેમજ હાલ મીડિયા કર્મીઓ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે પરંતુ તેમ છતાંય કોઈ ઉકેલ નહિ આવે તો રાજ્ય ભરના મીડિયા કર્મીઓ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

આ તકે વઢવાણ, લખતર, લીંબડી, ચૂડા અને સાયલા તાલુકાના પત્રકાર એકતા પરિષદના હોદેદારો અને સદસ્યો સહિત સામાજીક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જીલ્લાના અન્ય તાલુકાઓ ચોટીલા, થાન,‌ દસાડા અને ધ્રાંગધ્રા તાલુકામાં પણ પત્રકાર એકતા પરિષદના હોદેદારોએ આવેદન પત્ર પાઠવ્યું હતું.

અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here