સુરેન્દ્રનગર : 20 ફેબ્રુઆરી
– કોરોનાકાળમાં સરકારે જાહેર કરેલી સહાય હજુ સુધી નહીં મળતા દુકાનદારો વિફર્યા
– 8 જિલ્લાની તમામ દુકાનો પર હડતાળના બોર્ડ લાગ્યા
– રાશની ચીજવસ્તુઓ લેવા આવેલા ગ્રાહકોને ધરમ ધક્કો : સરકાર સામે રોસ
સુરેન્દ્રનગર જિલ્લામાં સસ્તા અનાજની દુકાનદારોએ હડતાલ પાડી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સસ્તા અનાજની દુકાન ધરાવતા અને ચલાવતા ત્રણ વ્યક્તિઓના કોરોનાના સમયગાળામાં મોત નિપજ્યાં હતા. ત્યારે સરકારની સૂચના અનુસાર કોરોનાના કપરા સમયમાં અને લોકડાઉનના સમયગાળામાં પણ સસ્તા અનાજના દુકાનદારોએ દુકાનો ખુલ્લી રાખી હતી. અને લોકોના ઘર સુધી રાસન પહોંચાડ્યા છે. ત્યારે કોરોનાના કપરા સમયગાળામાં શહેરી વિસ્તાર તથા ગ્રામીણ વિસ્તારમાં સરકારી અનાજ લોકોના પેટ સુધી પહોંચે તેવા પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા હતા. પણ કમનસીબી એ છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં જ સસ્તા અનાજના દુકાનદારો છે, તેમાંથી ત્રણ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. અને ત્રણેયના કોરોનાના પગલે મોત નિપજ્યા હતા. ત્યારે આ મામલે સરકાર દ્વારા 25 લાખ રૂપિયાની સહાય ત્રણે દુકાનદારના પરિવારના ચૂકવવાની જાહેરાત કરવામાં આવી હતી.
ત્યારે આ જાહેરાત કર્યાને પણ આજે પાંચ મહિના જેટલો સમયગાળો વિતી ચૂક્યો છે. તેમ છતાં પણ ફૂટી કોડી પણ સસ્તા અનાજની દુકાન ધરાવતા અને કોરોનાથી મૃત્યુ પામેલા ત્રણ પરિવારજનોના ખાતામાં આવી નથી. જેને લઈને હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના સમેટી ધારકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. ત્યારે આ મામલે અનેક વખત જિલ્લા પ્રશાસન વિભાગ અને લાગતા વળગતા અધિકારીઓને જે ત્રણ સસ્તા અનાજની દુકાન ધરાવતા અને કોરોનાથી મૃત્યુ થયુ છે, તેવા પરિવારોને સરકાર દ્વારા જાહેરાત બાદ પણ નાણાં ચૂકવવામાં આવ્યા નથી. ત્યારે આ મામલે જિલ્લા મામલતદાર પરમારને સસ્તા અનાજની દુકાનદારો દ્વારા આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ કોઈ પણ જાતનો આ પ્રશ્નનો હલ ન થતાં આજે જિલ્લાની 540 જેટલી સસ્તા અનાજની દુકાનો ઉપર હડતાળના પાટીયા લગાવી દેવામાં આવ્યા છે.અને જિલ્લા કલેકટર કચેરી સામે પ્રતિક ઉપવાસ ઉપર સસ્તા અનાજના દુકાનદારો ઉતરી જવા પામ્યા છે. ત્યારે વહેલી સવારથી 540 જેટલી જીલ્લાની સસ્તા અનાજની દુકાનો બંધ હોવાના કારણે લોકોને પણ ધક્કા ખાવા પડી રહ્યા છે.