સુરેન્દ્રનગર : 25 એપ્રિલ
સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે રેલવે અને ટેક્સટાઇલ્સ વિભાગના કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ તેમજ આયુષ, મહિલા અને બાળ વિકાસ વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાની ઉપસ્થિતિમાં રેલવે વિભાગના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં રેલવે વિભાગને લગતા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જિલ્લાના આ પ્રશ્નોને નિવારવા માટે કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી દર્શનાબેન જરદોશે અધિકારીઓને સુચના આપી હતી.આ બેઠકમાં ધારાસભ્ય ધનજીભાઈ પટેલ અને પરસોત્તમભાઈ સાબરીયા, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, અગ્રણી જગદીશભાઈ મકવાણા અને વર્ષાબેન દોશી, નિવાસી અધિક કલેકટર એન.ડી. ઝાલા, પ્રાંત અધિકારીશ્રીઓ સહિત રેલવે વિભાગના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.