Home સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરના આયા ગામ પાસેથી પીલુના લાકડા અંદાજે 700 મણ સહિતનો મુદામાલ ઝડપાયો

સુરેન્દ્રનગરના આયા ગામ પાસેથી પીલુના લાકડા અંદાજે 700 મણ સહિતનો મુદામાલ ઝડપાયો

201
0

સુરેન્દ્રનગર: 22 જાન્યુઆરી


આરોપી તેમજ ટ્રકને વધુ તપાસ અર્થે વન વિભાગની કચેરી ખાતે રાખવામાં આવી

સુરેન્દ્રનગરના આયા ગામ પાસેથી પીલુના લાકડા અંદાજે 700 મણ સહિતનો મુદામાલ ઝડપાયો હતો. જેમાં આરોપી તેમજ ટ્રકને વધુ તપાસ અર્થે વન વિભાગની કચેરી ખાતે રાખવામાં આવી હતી. સુરેન્દ્રનગર જીલ્લાના મધ્યેથી બે નેશનલ હાઇવે પસાર થાય છે. ત્યારે વન વિભાગને લગતા ગુન્હા બનવાની ખુબજ સંભાવનાઓ રહેલી છે. ખાસ કરીને ગેરકાયદેસર લાકડા વાહતુક/ગેર કાયદેસર લાકડીયા કોલસા વાહતુક/વન્ય પ્રાણીઓની તસ્કરી/વન્ય પ્રાણીઓના શિકાર કરી અને તેના માસ મટનની હેરફેર જેવા ગંભીર ગુન્હાઓની સંભાવનાઓ રહેલી છે.

ત્યારે આજ રોજ નાયબ વન સરક્ષક સુરેન્દ્રનગર નિકુંજસિંહ પરમારના માર્ગદર્શન નીચે સુરેન્દ્રનગર જિલ્લા વન વિભાગની દરેક રેન્જનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમ્યાન મુળી રેન્જ ફોરેસ્ટ ઑફિસર જસવંતભાઈ ગાંગડિયાની સુચના અને મળેલ બાતમીના આધારે રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર સાયલા – પ્રવિણસિંહ ચૌહાણ, વનરક્ષક હેતલબેન મેનીયા. નવલસિંહ ગોહિલ અને તેમની ટીમ સાયલાના અલગ અલગ વિસ્તારમા પેટ્રોલીંગમા હતા.

તે દરમ્યાન એક રાજસ્થાન પાસીંગની ટ્રક નં. RJ-36-GA-6776 પસાર થતા તેને નેશનલ હાઇવે ઉપર આયા ગામ પાસે અટકાવતા તેની તલાશી લેતા અને તેના ડ્રાઈવર નામે રિયાઝ મહોમદને પૂછતા તેણે ટ્રકમાં વગર પાસ પરમીટના પીલુના લાકડા અંદાજે 700 મણ ભરેલ હતા. જે બનાસકાંઠાના ડીશાના લાલભાઈ નામના વેપારી દ્વારા ભરી આપી અને રાજકોટ અશોકભાઈ નામના વહેપારીને મોકલવામાં આવી રહ્યાં હતા. તે દરમ્યાન વન વિભાગના સ્ટાફ દ્વારા ટ્રક અને ડ્રાઈવરને અટક કરી ભારતીય વન અધિનિયમની કલમ 41(2) બી . મુજબ ગુન્હો નોંધી અને આરોપી તેમજ ટ્રકને વધુ તપાસ અર્થે વન વિભાગની કચેરી ખાતે રાખવામાં આવી છે.

 

અહેવાલ : સચિન પીઠવા (સુરેન્દ્રનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here