Home સુરેન્દ્રનગર સિધ્ધસર મંદિરની મૂર્તિ ચોરી કેસમાં આરોપીને ઝબ્બે કરવા પોલીસ આકાશ પાતાળ ખુંદી...

સિધ્ધસર મંદિરની મૂર્તિ ચોરી કેસમાં આરોપીને ઝબ્બે કરવા પોલીસ આકાશ પાતાળ ખુંદી રહી છે : ગામમાં હજીય અજંપાભરી શાંતિ

167
0

સુરેન્દ્રનગર: 7 જાન્યુઆરી


પાટડી તાલુકાના સિધ્ધસર મંદિરની મૂર્તિ ચોરી કેસમાં આરોપીને ઝબ્બે કરવા પોલીસ છેલ્લા એક અઠવાડિયાથી આકાશ પાતાળ ખુંદી રહી છે. જ્યારે આરોપી ના પકડાતા ગામમાં હજીય અજંપાભરી શાંતિ છે. જ્યારે મંદિરના પૂજારી છેલ્લા પાંચ દિવસથી કોમામાં વેલ્ટિનેટર પર હજી જીવન મરણ વચ્ચે હોસ્પિટલમાં ઝોલા ખાઇ રહ્યાં છે. અને ગામમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પાટડી તાલુકાના સિધ્ધસર ગામના મોહસીનખાન નશીબખાન જતમલેક નામના રીઢા ચોરે સિધ્ધસર ગામમાં આવેલા પ્રાચિન રામજી મંદિરમાંથી તાળા તોડી 150 વર્ષ જૂની પ્રાચિન પૌરાણિક મૂર્તિઓ ચોરી કરી લઇ જતા ગ્રામજનો રોસે ભરાતા હતા. સિધ્ધસર રામજી મંદિરમાં ચોરીની આ ઘટના બાદ મંદિરના પૂજારી મયારામભાઇ રામાનંદીએ અન્ન જળનો ત્યાગ કરતા એમની તબિયત લથડતા હાલ તેઓ અમદાવાદ હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસથી કોમામાં વેલ્ટિનેટર પર હજી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં છે.

પાટડી તાલુકાના સિધ્ધસર મંદિરની મૂર્તિ ચોરી કેસમાં આરોપીને ઝબ્બે કરવા પોલીસ છેલ્લા એક અઠવાડિયાથી આકાશ પાતાળ ખુંદી રહી છે. રોજ 150થી વધુ પોલીસનો કાફલો આ રીઢા ચોરને શોધવા સીમ વિસ્તાર ખુંદી રહી છે. ગ્રામજનોના કહેવા અનુસાર આ રીઢો ચોર ગામ આજુબાજુના સીમ વિસ્તારમાં એરંડાના ખેતરમાં છૂપાયો હોવાની આશંકા વ્યક્ત કરતા જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાત, ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિત, એલસીબી અને એસઓજી સહિત તાલુકાની તમામ પોલીસ દ્વારા ગામમાં ડ્રોન કેમેરાની મદદથી સઘન કોબીંગ કરવા છતાં આરોપીનો ક્યાંય કોઇ અત્તોપત્તો લાગ્યો નથી. સિધ્ધસર ગામમાં હજીય અજંપાભરી શાંતિ છે. જ્યારે ગામમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અહેવાલ : સચિન પીઠવા (સુરેન્દ્રનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here