Home સુરેન્દ્રનગર સાયલા ચોટીલા હાઇવેમાં ડમ્પર અડફેટે બાઇક સવારનું મોત

સાયલા ચોટીલા હાઇવેમાં ડમ્પર અડફેટે બાઇક સવારનું મોત

179
0

સુરેન્દ્રનગર: 28 જાન્યુઆરી


પુત્રીની માનતા પૂર્ણ કરવા ચોટીલા જતા માર્ગમાં કાળનો ભેટો

પોતાની પુત્રીની માનતા પુરી કરવા લીંબડીથી ચોટીલા જતા યુવાનના બાઇકને એક ડમ્પરે અડફ્ટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત બાદ રોડ પર પસાર થતા વાહનચાલકો તેમજ પોલીસ દ્વારા ઇજાગ્રસ્ત યુવાનને સરકારી દવાખાને ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ ગોઝારા અકસ્માતની પ્રાપ્ત વિગતાનુસાર શ્રમજીવી પરિવારના અંકુશભાઇ ભરતભાઇ કાવેઠીયા તથા તેમના પત્ની તેજલ બેન બંને બાઈક લઇને લીંબડી કામ પતાવી ત્યાંથી નાની પુત્રીને કમળો થયેલો હોય તેની માનતા પુર્ણ કરવા જતા સમયે સાંજે ખુબ જ ઠંડીના કારણે પત્નીએ ના કહેતા તેઓ એકલા જવા નીકળ્યા હતા. આ સમયે સાયલા હાઇવે પર સરકારી અનાજના ગોડાઉન પાસે એક ડમ્પરના ચાલકે આજુબાજુ જોયા વગર વાળવા સમયે અંકુશભાઇના બાઈકને અડફ્ટે લેતાં તેમને ગંભીર ઇજા થવા પામી હતી.

અકસ્માત બાદ ચાલક વાહન લઇ નાસી છૂટતા ઇજાગ્રસ્ત યુવાનને પોલીસ તેમજ રાહદારીઓ દ્વારા તુરંત સાયલા સરકારી દવાખાને લઇ જવાયો હતો. પરંતુ માથાના ભાગમાં ઇજાઓ થવાને કારણે સારવાર મળે તે પહેલા જ તેનું પ્રાણપંખેરુ ઉડી જતા બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. આ બાબતે મૃતકના પત્ની તેજલબેને બેફીકરાઇથી વાહન ચલાવી અકસ્માત સર્જી નાસી છૂટેલા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા સાયલા પોલીસના એચ.બી.સોળમીયા દ્વારા અકસ્માતે મોત અંગેનો ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અહેવાલ : સચિન પીઠવા (સુરેન્દ્રનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here