Home સાબરકાંઠા સાબર ડેરી દ્વારા અમૂલ દૂધના પાઉચ ઉપર મતદાન જાગૃતિ અંગે “ચાલો સંકલ્પ...

સાબર ડેરી દ્વારા અમૂલ દૂધના પાઉચ ઉપર મતદાન જાગૃતિ અંગે “ચાલો સંકલ્પ લઈએ, અવશ્ય મતદાન કરીએ”-ની અપીલ કરવામાં આવી

324
0

ખેડબ્રહ્મા: 23 નવેમ્બર


સાબરકાંઠા જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 મતદાન ૫ ડિસેમ્બરે યોજાશે. આ દિવસે વધુમાં વધુ મતદારો પોતાનો અમૂલ્ય મત આપે અને લોકશાહીના આ મહા પર્વમાં સહભાગી બને તે ઉદ્દેશ્યથી વહીવટી તંત્ર દ્રારા અનેક મતદાન જાગૃતિ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા અમૂલ દૂધના પાઉચ ઉપર મતદાન જાગૃતિ અંગે અવસર લોકશાહીનો- “ચાલો સંકલ્પ લઈએ, અવશ્ય મતદાન કરીએ”-ની અપીલ કરવામાં આવી છે. જેથી ઘરે-ઘેર આ દૂધના પાઉચ થકી પહોંચીને લોકોને મતદાન અંગે જાગૃત કરી શકાય. દરેક વ્યક્તિને મતદાન કરવા પ્રેરણા મળે તેમ જ મતદાનના દિવસે પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના અવસરમાં પોતે સહભાગી બની લોકશાહીની સૌથી મોટી ફરજ નિભાવી શકે.

અહેવાલ : રોહિત ડાયાણી સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here