Home સુરેન્દ્રનગર સરદાર સરોવર નર્મદા નિગમની વિરમગામ ખાતેની નાયબ કાર્યપાલક ઇજનેરની ઑફિસમાં વરસોથી બંધ...

સરદાર સરોવર નર્મદા નિગમની વિરમગામ ખાતેની નાયબ કાર્યપાલક ઇજનેરની ઑફિસમાં વરસોથી બંધ હાલતમાં પડેલી કેનાલો રિપેર કરવા માટે અરજી આપી

131
0

સુરેન્દ્રનગર: 13 જાન્યુઆરી


સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ઉપરીયાળા, પોરડા અને જીવણ ગઢ ગામોના ખેડૂતોએ સરદાર સરોવર નર્મદા નિગમની વિરમગામ ખાતેની નાયબ કાર્યપાલક ઇજનેરની ઑફિસમાં વરસોથી બંધ હાલતમાં પડેલી કેનાલો રિપેર કરવા માટે અરજી આપી સાથે બંધ હાલતમાં પડેલી કેનાલની બાજુના કેટલાક સૂકા ખેતરોની માટી અને બજારમાંથી ગુલાબના ફૂલો ખરીદીને આપ્યા. દેવશી ભાઈ રબારી, વાલજી ભાઈ મકવાણા, આદમ ભાઈ વોરા, પીતાંબર ભાઈ, કાળુભાઇ ઠાકોર, છગન ભાઈ, દિનેશ ભાઈ, ગણેશ ભાઈ અને હાજર તમામ ખેડૂતોએ બંધ કેનાલો જલ્દી રિપેર થાય તે માટે અહિંસક લડત જારી રાખવાની નેમ લીધી અને નિર્ધાર કર્યો કે જો યોગ્ય દિશામાં કામ નહિ થાય તો વારંવાર રજૂઆતો કરવામાં આવશે.

અહેવાલ : સચિન પીઠવા (સુરેન્દ્રનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here