આણંદ: 23 ઓગસ્ટ
શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ કોમર્સ કોલેજના એન.સી.સી. (ભાઈઓ/બહેનો) ૧૩, ગુજરાત બટાલિયન, વલ્લભ વિદ્યાનગર ધ્વારા થામણા ખાતે CATC કેમ્પ (કમ્બાઈન્ડ એન્યુઅલ ટ્રેઈનીય કેમ્પ) નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આણંદ કોમર્સ કોલેજના કેડેટસ ભાઈઓમાં સીનીયર અન્ડર અ ફિસર તરીકે નિતિન ચોહાણ અને બહેનોમાં ધારા પરમારે સેવાઓ આપી હતી તેમજ બંનેને ગોલ્ડ મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફાયરીંગમાં સાધુ ચિંતનને ગોલ્ડ મેડલ, વિનીત ધોબીને સિલ્વર મેડલ તેમજ બહેનોમાં ઉન્નતી સોલંકીને ગોલ્ડ મેડલ નિબંધમાં મકવાણા શિવ નીને સિલ્વર મેડલ, ડ્રિલમાં મહેરા આરતીને ગોલ્ડ મેડલ, પરમાર ધ્રુવીને સિલ્વર મેડલ અને જે.ડી. સિનિયર તરીકે નિયુક્ત કુશવા વિરેન્દ્રને પણ ગોલ્ડ મેડલ સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કેમ્પ દરમ્યાન યોજાયેલ વિવિધ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિમાં રસ પૂર્વક ભાગ લઈ અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ભાઈઓ/બહેનોએ સંસ્થા નું ગૌરવ વધાર્યુ હતુ.





















