અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાત બિપરજોય અંતે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. જેને લઇને કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ નડાબેટ બોર્ડર પર પહોંચી છે. મહત્વનું છે કે, બિપોરજોય વાવાઝોડાની અસરના કારણે હજુ પણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે ઇન્ડો પાકિસ્તાન બોર્ડર નજીક આવેલા રણમાં પણ અત્યંત પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. નડાબેટ રણ દરિયો બન્યું હોય તેવું જોવા મળે છે.
નડાબેટ નજીકનું રણ દરિયો બન્યું હતું. મોડી રાત્રે થયેલા વરસાદી પાણી રણમાં ભરાતા રણ દરિયો બન્યું હતું. વહેલી સવારથી આ વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, તેમજ સાથે સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.