સુરેન્દ્રનગર: 17 જાન્યુઆરી
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પાસે ડમ્પરના ચાલકે ટ્રેક્ટરને ઠોકર મારતા ટ્રેક્ટર પલ્ટી ખાતા ડ્રાઇવર ઇજાગ્રસ્ત થયો હતો. જેમાં ટ્રેક્ટર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે લીંબડીથી સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. અને અકસ્માતોની હારમાળાઓ દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. અને વાહનોના ચાલકો પણ બેફામ રીતે પોતાનું વાહન ચલાવી અને દિન પ્રતિદિન અકસ્માતો સર્જી રહ્યા છે. અને લોકોની જાનની પરવા કર્યા વગર અકસ્માતો સર્જી અને પોતાનું વાહન છોડી અને ભાગી જવાના પણ અનેક બનાવો સામે આવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામ ખાતે ડમ્પરના ચાલકો બેફામ બન્યા છે. જેમાં પુરઝડપે આવતા ડમ્પર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દઇ ટ્રેક્ટરના ચાલકને પાછળથી ધડાકાભેર અથડાવી અને ટ્રેક્ટરને પલ્ટી મરાવી અને પોતાનું ડમ્પર મૂકી અને નાસી છૂટી હોવાનું જાણવા મળે છે. ત્યારે આ ટ્રેક્ટર પલ્ટી મારી જતા તેમાં તેના ડ્રાઇવરને ગંભીર ઇજાઓ થવા પામી છે.
અને જીતેન્દ્રભાઈ ભરવાડ નામના ટ્રેક્ટરના ચાલકને ઈજા થઈ છે, ત્યારે તાત્કાલિક અસરે તેને પ્રથમ લીંબડી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવારની જરૂરિયાત ગણાતા હાલમાં સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. તાત્કાલિક અસરે લીંબડી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને અકસ્માત અગેનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી રહી છે.