Home સુરેન્દ્રનગર લીંબડી તાલુકાના 56 ગામડાઓ માં 1.25 કરોડના ખર્ચે વિકાસના કામો કરાશે

લીંબડી તાલુકાના 56 ગામડાઓ માં 1.25 કરોડના ખર્ચે વિકાસના કામો કરાશે

178
0

સુરેન્દ્રનગર: 13 જાન્યુઆરી


લીંબડી પંચાયત ખાતે આયોજન સમિતિની બેઠક યોજાઇ

રોડ, પાકા રસ્તા, વીજળી, આરોગ્ય અને શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે

લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાયાગત સુવિધા ઓ ની વિવિધ માગણીઓ ને ધ્યાને લઈ મોટાભાગના ગામડાઓ ને આવરી લેવામાં આવ્યા છે. લીંબડી તાલુકા પંચાયત ખાતે કારોબારી આયોજન સમિતિની બેઠકમાં સર્વાનુમતે 1.25 કરોડના ખર્ચે તૈયાર કામો ને બહાલી આપવામાં આવી હતી.
લીંબડી તાલુકાના તમામ ગામોના સરપંચો ઉપ સરપંચ અને ગ્રામ જનો ના સતત સંપર્કમાં રહેતા લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણા ના હસ્તે ઘરથાળ યોજના અંતર્ગત લાભાર્થીઓને પ્લોટોની સનદો નું વિતરણ કરતા તેમણે જણાવ્યું હતું હતું કે સરકાર ની વિવિધ યોજનાઓ અંતર્ગત ગામડાઓમાં પડતર માંગણીઓ ને ધ્યાને લઈ પાયાગત સુવિધા ઉપલબ્ધ કરાવવા આવશે આયોજન સમિતિની કારોબારી મા લીંબડી તાલુકાના ભાલપંથક અને નળકાંઠા ના તમામ ગામોમાં શુદ્ધ પીવાનું પાણી, રોડ પાકા રસ્તા વિજળી, પાકી ગટર અને દરેક ગામમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે આવતા તમામ કામ ને આવરી લેવામાં આવ્યા છે. આ બેઠકમાં લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ કૃષ્ણસિંહ રાણા ઉપ પ્રમુખ વિક્રમભાઇ વડેખણિયા,જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઇ સોયા, લાલજીભાઈ કમેઝળિયા,દેવજીભાઇ વાઘેલા, પુથ્વીરાજસિંહ ઝાલા ગેડી તથા, લખધીરસિંહ કે રાણા, ખેંગારસિંહ બોરાણા, શ્રીપાલસિંહ રાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : સચિન પીઠવા (સુરેન્દ્રનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here