સુરેન્દ્રનગર: 6 મે
બોટાદ જિલ્લાના 13, રાજકોટના 2, સુરેન્દ્રનગરમાં 9 ઈસમો 54 હથિયારો સાથે ઝડપાયા
સાયલા તાલુકાના સુદામડા ગામે તા.12 જૂન-2020માં ખુનની કોશિશ કરવાનાં ગુનામાં સંડોવાયેલો દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુ ભરતભાઈ બોરીચાને લીંબડીની સબ જેલમાં રાખવામાં આવ્યો હતો. તા.2 ફેબ્રુઆરીએ પેરોલ જમ્પ કરી નાસતો ફરતો હતો. સાથે તેનો સાગરિત થાનગઢ, મફતીયાપરા વિસ્તારમાં રહેતો ચાંપરાજ માત્રાભાઈ ખાચર ગે.કા. હથિયારો લઈ અમદાવાદમાં હોવાની એટીએસ ટીમને બાતમી મળી હતી.
અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસે બન્ને આરોપી હોવાની હકીકતને ઘ્યાનમાં રાખીને એટીએસ PSI રવિરાજસિંહ બી.રાણા, કે.એમ.ભુવા ટીમ સાથે દેવેન્દ્ર બોરીચા અને ચાંપરાજ ખાચરને દેશી બનાવટની 4 પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ કબુલાત કરી હતી કે પિસ્ટલ મધ્યપ્રદેશના કુક્ષી જિલ્લાના બાગથી ખરીદી હતી. વડોદરા વનરાજને આપવાની હતી.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હતું કે MPથી 100 જેટલા હથિયારો લાવી રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના જિલ્લામાં આપ્યા હતા. એટીએસ પીએસઆઈ આર.બી.રાણા સહિત અધિકારીઓએ અલગ-અલગ ટીમો બનાવી બોટાદ જિલ્લાથી 13, રાજકોટના 2 અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી 7 શખ્સોને 54 ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપી લીધા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાંથી ગે.કા. હથિયારો સાથે પકડાયેલા શખસો
1.મુકેશ રામજી કેરાલીયા, રહે.ગઢસીરવાનીયા, તા.સાયલા
2.ભાવેશ દિનેશ મકવાણા, રહે.વાસ્કુપુરા, તા.ચોટીલા
3.પ્રદીપ રણુ વાળા, રેહ.ઢેઢુકી, તા.સાયલા
4.વિનોદ નટુ વ્યાસ, રહે.જોરાવરનગર
5.પ્રતાપ ભુપત ભાંભળા, રહે.ભાણેજડા, તા.ચુડા
6.ચિરાગ મુકેશ જાદવ, રહે.આંબેડકરનગર, સાયલા
7.ગુંજન પ્રકાશ ધામેલ, રહે.હોડીધાર, સાયલા
થાન, સાયલા સહિતના 24 શખસો 54 ગે.કા. હથિયારો સાથે ઝડપાયા.