Home સુરેન્દ્રનગર લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી સી.સી.હાઈસ્કૂલ,પાણશીણા તા.લીંબડી ખાતે વાલી સંમેલનનુ આયોજન

લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી સી.સી.હાઈસ્કૂલ,પાણશીણા તા.લીંબડી ખાતે વાલી સંમેલનનુ આયોજન

200
0

સુરેન્દ્રનગર: 19 ડિસેમ્બર


શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી સી.સી.હાઈસ્કૂલ,પાણશીણા તા.લીંબડી ખાતે વાલી સંમેલન,ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન તેમજ શ્રેષ્ઠીઓ સાથેની ગોષ્ઠીનુ સુંદર આયોજન થયું , જેમાં 530 જેટલા લોકોએ ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
વિઝન 2024 ના સ્વપ્ન દ્રષ્ટા અને કેળવણી મંડળના રાહબર સહમંત્રી શ્રી પ્રકાશભાઈ સોની સાહેબની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું અધ્યક્ષપદ સુ.નગર જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.બી.જી.ગોહિલ સાહેબે શોભાવ્યું તેમજ અતિથિવિશેષપદ ગુજરાત સરકારના પૂર્વ સુપર કલાસ 2 ઓફિસર શ્રી ખુમાનસિંહજી પરમારે દિપાવ્યું હતું.


ગામના આ બંને દાતા મહાનુભાવોએ વતનની માતૃસંસ્થામાં આવી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો.
દીપપ્રાગટ્ય અભિનય ગીત સ્વાગત અને ઉદબોધનના સંગાથે આવેલ ગામના શ્રેષ્ઠીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની આ ધરમૂળથી નવી બનતી ગામની શાળા માટે 7 લાખ જેવું દાન આજે જ અર્પણ કર્યું -જે અદભુત અને અભૂતપૂર્વ હતું.
કાર્યક્રમના અંતે સૌ મહેમાનો,વિદ્યાર્થીઓ શાળામાં જ બપોરનું ભોજન કરી છુટા પડયા.
આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્યશ્રી હઠીસિંહ ગોહિલ,સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉમદા કામગીરી ઉઠાવી હતી.

અહેવાલ : સચિન પીઠવા, સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here