સુરેન્દ્રનગર: 7 જાન્યુઆરી
લીંબડી ચોટીલા ખાતે રાજ્યકક્ષાની તૃતિય અખિલ ગુજરાત આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં લીંબડી કેળવણી મંડળ સંચાલિત જી.એસ.કુમાર વિદ્યાલયના ધો.12નાં વિદ્યાર્થી દર્શન ઘનશ્યામભાઈ લોલાડીયાએ તૃતીય સ્થાન હાંસલ કર્યું હતું. કલેક્ટર સંપત, ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ સહિતે વિદ્યાર્થીને રોકડ રકમ અને પુરસ્કાર આપી સન્માનિત કર્યો હતો. એલકેએમના સહમંત્રી પ્રકાશભાઈ સોની, લીંબડી કેળવણી મંડળના કર્મચારીઓ વિજેતા સ્પર્ધકને અભિનંદન પાઠવ્યા હતા.