ગોધરા: 14 નવેમ્બર
ભારત સરકાર નેશનલ એજ્યુકેશન સોસાયટી ફોર ટ્રાયબલ સ્ટુડન્ટ્સ દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો ત્રીજો સાંસ્કૃતિક ઉત્સવ 2022 બેંગ્લોર ખાતે આર્ટ ઓફ લિવિંગ સેન્ટર માં યોજાયો હતો જેમાં એકલવ્ય સ્કૂલ વેજલપુર ના 20 વિધાર્થીઓ અને 3 શિક્ષકો એ ભાગ લીધો હતો. જેમાં દિવ્યા વસાવા સ્પેલ -બી ઇવેન્ટમાં તૃતીય સ્થાન તથા સંગીત શિક્ષક ગોપાલ પટેલ શાસ્ત્રીય કંઠય સંગીત માં દ્વિતીય સ્થાન અને સેમી કલાસિકલ સોલો સીગિંગ માં શ્રેયા કોલચા એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળા નું ગૌરવ વધાર્યું છે.