Home Trending Special રામાયણનું એક અદભૂત પુસ્તક !!!!…. જે વિશ્વનો સૌથી મોટો રામાયણ ગ્રંથ ….....

રામાયણનું એક અદભૂત પુસ્તક !!!!…. જે વિશ્વનો સૌથી મોટો રામાયણ ગ્રંથ ….. ,જેની કિંમત અને વજન સાંભળી ચોંકી જશો….

199
0

તામિલનાડુના શિવાકાશીમાં વિશ્વનો સૌથી મોટો રામાયણ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે. જે રામાયણ ગ્રંથ તૈયાર કરતા પાંચ વર્ષનો સમય લાગ્યો છે. તેમજ તેનો વજન અધધધ છે. ત્યારે આ ગ્રંથને રાજકોટની એક સ્ટેશનરી સ્ટોરમાં વેચાણ માટે લાવવામાં આવેલ છે. આ ગ્રંથનું PM મોદીના હસ્તે જુલાઇ માસમાં વિમોચન કરવામાં આવનાર છે.

એક તરફ આદિપુરુષ ફિલ્મના આડેધડ ડાયલોગને લઈને રામાયણ ચર્ચામાં છે તો આ વચ્ચે રામાયણનું એક અદભૂત પુસ્તક તૈયાર કરાયું છે. જેનુ વજન અને કિંમત સાંભળી તમારી આંખો ખુલીને ખુલી રહી જશે. રાજકોટમા 45 કિલો વજનનું ધ રામાયણ મહાગ્રંથ એક સ્ટેશનરીમાં રાખવામાં આવ્યો છે. આ ગ્રંથમાં મહાઋષિ વાલ્મીકિની રામાયણ વિશેષ રીતે તૈયાર કરવામાં આવી છે. મહર્ષિ વાલ્મિકીએ લખેલા 26 હજાર શ્ર્લોક તેમાં અલગ અંદાજમાં કંડારવામા આવ્યા છે.

ભારત ઉપરાંત જર્મન દેશના વૈદિક નિષ્ણાતોએ આખો ગ્રંથ તૈયાર કર્યો છે, તો વિશ્વભરના 100 ચિત્રકારોએ વિવિધ પ્રસંગોને ચિત્ર સ્વરૂપે રજૂ કર્યા છે. કુલ 300થી વધુ ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ રામાયણ સદીઓ સુધી સાચવી શકાશે. ભારતીય સંસ્કૃતિના વારસાને વિશ્વની તમામ પેઢી નિહાળી શકે, સાચવી શકે તે માટે દેશ-વિદેશની તમામ લાઈબ્રેરીમાં મોકલવામાં આવશે. આ રામાયણ ગ્રંથની કિંમત રૂ.1.65 લાખ છે.

આ ગ્રંથમાં કુલ 24 હજાર શ્લોક છે. કુલ ત્રણ ભાષામાં આખો ગ્રંથ તૈયાર કરાયો છે. જેમાં માત્ર ચોપાઈનો જ અભ્યાસ કરવો હોય તો તે સંસ્કૃત ભાષામાં છે. જ્યારે આખી રામાયણ અંગ્રેજી અને હિન્દી ભાષામાં તૈયાર કરાઈ છે. આમ, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત ભાષા સાથે આ રામાયણ વાંચી શકાશે. રામાયણના સાત કાંડને ત્રણ પુસ્તકમાં સમાવી લેવામાં આવ્યા છે. આ વાલ્મીકિ રામાયણના ત્રણ ગ્રંથ, પટારો અને સ્ટેન્ડ સાથેનો વજન 45 કિલો છે.

બોક્સ બનાવવા માટે કેનેડાથી સાત કન્ટેનર ભરીને વૂડ લાકડાં ઇમ્પોર્ટ કર્યા છે. વિષયની શુદ્ધતા જાળવી રાખવા માટે પ્રિન્ટિંગમાં વેજિટેબલ ઈન્ક અને બાઈડિંગમાં વનસ્પતિજન્ય ગુંદરનો ઉપયોગ કરાયો છે. ગ્રંથમાં જે કાગળ વાપરવામાં આવ્યા છે તે ઈટાલિયન છે. જે 100 વર્ષ સુધી યથાવત્ પરિસ્થિતિમાં રહેશે. આ રામાયણ ગ્રંથ વડીલો સરળતાથી વાંચી શકશે તો ભાવિ પેઢી માટે આ ગ્રંથ દળદાર કહી શકાય તે રીતનો છે. આ ગ્રંથ હેમંત શેઠના માર્ગદર્શન હેઠળ તૈયાર થયો છે. ભાવિ પેઢીને વારસો મળે, સનાતન ધર્મને આજનો નાનો બાળક પણ જાણી શકે તે હેતુથી આ રામાયણ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે. તાજેતરમાં રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટી -ખજાનચી ગોવિંદદેવ ગિરીજી મહારાજના હસ્તે ગ્રંથનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

પટારાના પિલર અયોધ્યા મંદિર જેવા બનાવાયા

અયોધ્યામાં રામમંદિર આકાર લઇ રહ્યું છે. મંદિરમાં જે પિલર છે તે મુજબ પેટીને આધાર અપાયો છે. આ પેટીમાં ચારેય બાજુ રામાયણના પાત્રોનું ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. તેમાં ઊંચી કિંમતના હીરા પણ લગાવવામાં આવ્યા છે. વાંચવા માટે જે પેટી- સ્ટેન્ડ આપવામાં આવ્યું છે તે 360 ડિગ્રી ફરી શકે છે. આ પેટી ઈટાલિયન મશીનમાં બનાવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here