Home કાલોલ કાલોલ તાલુકા વિસ્તારમાં ખાણખનીજ વિભાગના ઉપરાછાપરી બે છાપા:

કાલોલ તાલુકા વિસ્તારમાં ખાણખનીજ વિભાગના ઉપરાછાપરી બે છાપા:

132
0

કાલોલ: 3 નવેમ્બર


નેસડા વિસ્તારમાંથી એક જેસીબી, બે ટ્રેક્ટર અને વરવાળા ગામેથી બે જેસીબી મશીનો ઝડપી પાડી દંડાત્મક કાર્યવાહી કરી

પંચમહાલ જિલ્લા ખાણખનીજ વિભાગે કાલોલ વિસ્તારમાં બે દિવસમાં બે જગ્યાએ છાપા મારીને ગેરકાયદે માટી ખનન કરતા બે દિવસમાં ત્રણ જેસીબી અને બે ટ્રેક્ટર ઝડપી લેતા માટી ખનન કરતા માફિયાઓમાં હડકંપ મચી જવા પામ્યો છે. જે અંગેની પ્રાપ્ત માહિતી મુજબ જીલ્લા ખાણ-ખનીજ વિભાગની ક્ષેત્રીય ટીમ કાલોલ વિસ્તારમાં રૂટિગ ચેકિંગ દરમ્યાન નેસડા ગામે ખાનગી જમીનમાં ગેરકાયદેસર માટી ખોદકામ ચાલતું હોવાની બાતમીનાં આધારે સ્થળ તપાસ કરતાં નેસડા ગામ નજીકથી માટી ખનન કરતું એક જેસીબી સાથે માટી ભરેલું એક ટ્રેક્ટર અને અન્ય એક ખાલી ટ્રેક્ટર મળી બે ટ્રેક્ટર દ્વારા રોયલ્ટી પરમીટ વિના માટી ખનન કરીને વહન કરી જતા ઝડપી પાડી કાલોલ મામલતદાર કચેરી ખાતે મૂકી અંદાજીત રૂ. ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી દડાત્મક કાર્યવાહી હાથ ધરી હતી.


જ્યારે ગુરૂવારે ફરીએકવાર કાલોલ તાલુકાના વરવાળા ગામની સીમમાં આવેલા એક ઈંટોના ભઠ્ઠા પર ભઠ્ઠા માલિક રોયલ્ટી પરમિટ વગર ભઠ્ઠાના કામે માટી ખનન કરતા બે જેસીબી મશીનોને ઝડપીને રૂપિયા ૫૦ લાખનો મુદ્દામાલ કબજે કરી કાલોલ પોલીસ સ્ટેશન ખાતે જપ્ત કર્યો હતો. આમ કાલોલ પંથકમાં ખાણખનીજ વિભાગે ઉપરાછાપરી બે દિવસમાં બે સ્થળોએ છાપો મારી બે જેસીબી અને બે ટ્રેકટર કબ્જે કરી રૂપિયા એક કરોડના મુદામાલ સામે કાયદેસરની દંડાત્મક કાર્યવાહી હાથ ધરતાં અન્ય ખનીજ માફિયાઓમાં પણ ફફડાટ વ્યાપી ઊઠ્યો છે.

અહેવાલ : મયુર પટેલ કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here